બે સગી બહેનો ફસાઇ લવ જેહાદમાં : લગ્ન કર્યા બાદ ખબર પડી કે પતિનું નામ સોહેલ ખાન છે…એકને 7 વર્ષ સુધી બંધક બનાવી અને બીજીનું 5 વાર કરાવ્યુ અબોર્શન

અમદાવાદમાં બે સગી બહેન લવ જેહાદનો શિકાર બની,  ઉત્તર પ્રદેશમાં 7 વર્ષ બંધક બનાવી, 5 વાર કરાવ્યુ અબોર્શન- જાણો સમગ્ર મામલો

Ahmedabad Love Jihad : ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો સામે આવ્યો. એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક વચ્ચે પ્રેમ થયા બાદ બંનેએ લગ્ન પણ તે પછી જ્યારે પતિએ મુંબઈ પહોંચી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો અને યુવતિને યુવક બંને ઉતરપ્રદેશમાં યુવકના ઘરે રહેવા લાગ્યા ત્યાં પતિ દ્વારા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયુ. જો કે હેમખેમ યુવતી કોઈ બહાના હેઠળ અમદાવાદ પહોંચી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ યુવતીની સગી બહેન પણ યુવકનો ભોગ બની હોવાનું સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ. અમદાવાદના ગોમતીપુરમાં રહેતી બે સગી બહેનો પૈકી એક બહેન કે જેને ઈકબાલ અન્સારીએ પ્રેમજાળમાં ફસાવી અને બળજબરીપૂર્વક તેનું ધર્મપરિવર્તન કરાવ્યું. આ બાબતની ફરિયાદ તેણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઈકબાલ અંસારી યુવતિનો પતિ છે અને તે મૂળ યુપીનો રહેવાસી છે. સાતેક વર્ષ પહેલા જ્યારે તે અમદાવાદના ગોમતીપુરમાં સિલાઈ મશીનનું કામ કરતો અને કોમ્પ્યુટર ક્લાસમાં યુવક યુવતી સાથે અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થયો.

જો કે યુવક યુવતી એકબીજાના પરિચિત હતા અને બંને હિન્દુ મુસ્લિમ હોવાનું પણ જાણતા હતા. પ્રેમ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને અમદાવાદથી તેઓ મુંબઇ ભાગી ગયા. પણ યુવકે તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્ય. લગ્નના ડોક્યુમેન્ટનું કહીને યુવકે યુવતી પાસે ધર્મ પરિવર્તનના ડોક્યુમેન્ટમાં સહી કરાવી લીધી, જે મરાઠી ભાષામાં હતું. યુવતિનો આરોપ ઠે કે મુંબઈ બાદ બંને યુવકના ઘરે ઉતરપ્રદેશ ખાતે રહેવા ગયા ત્યાં પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો. આ ઉપરાંત બળજબરીથી શરીર સબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવતુ.

પતિ તેના ઘરે યુવતીને સંપૂર્ણ રીતે મુસ્લિમ ધર્મ નિભાવવા બળજબરી કરતો અને યુવતી ફરીથી જતી ના રહે એ માટે તેને ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. જો કે, એક દિવસ મોકો જોઇ યુવતીએ પોતાના ચશ્મા બનાવવા જવાનું કહી યુપીથી અમદાવાદ આવી ગઇ એને પછી પોલીસને પોતાની આપવીતી જણાવી. જો કે, આ દરમિયાન નાની બહેન પણ લવ જેહાદનો ભોગ બની હોવાનું સામે આવ્યુ. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં મોટી બહેને કહ્યુ કે તે એવી પ્રેમજાળમાં ફસાઇ કે તેનું જીવન બરબાદ થઈ ગયું.

તેની નાની બહેન પણ એક યુવક ચુંગાલમાં એવી ફસાઇ કે તેનો એક-બે નહિ પણ પાંચ-પાંચવાર ગર્ભપાત કરાવવામાં આવ્યો કારણ કે દીકરાની લાલચ હતી. મોટી બહેને કહ્યુ- તેને યુવકે ઉત્તરપ્રદેશ લગ્ન કરવાની લાલચે લઈ ગયો અને 7 વર્ષ સુધી ત્યાં બંધક બનાવી રાખી. યુવકે પીડિત યુવતિને એટલી યાતના આપી હતી કે એ દિવસો તે યાદ કરે તો ધ્રુજી જાય છે.

યુવતિની ફરિયાદને આધારે પોલીસે યુપીના પ્રતાપગઢના સિરાય ગામના ઇકબાલહુસેન અનવરહુસેન અંસારી, સિરાયના અનવરહુસેન અંસારી, સિરાયની આબેદાબાનુ અનવરહુસેન અંસારી અને સિરાયના જ શહેઝાદહુસેન અનવરહુસેન અંસારી સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરની ટીમે પીડિતાના ઘરે પહોંચી તેમની વ્યથા સાંભળી હતી. પીડિતાએ કહ્યુ કે જ્યારે તે સવારે ઘરેથી બહાર નીકળે એટલે તે મોંઘી બાઇક લઈને આવી જતો અને કહેતો કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે.

File Pic

પહેલા તો તે એની વાતોમાં આવી અને પછી તેણે જિંદગી બરબાદ કરી નાખી. તેણે પીડિતાને મહારાષ્ટ્ર લઈ જઇ એફિડેવિટમાં સહી કરાવી જેમાં મારો ધર્મ પરિવર્તન થઈ ગયો એવું મરાઠીમાં લખ્યું હતું. પીડિતાએ કહ્યુ- તે ગુજરાતી ભણેલી એટલે મરાઠી નહોતુ આવડતું. પણ પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે કહ્યું ત્યાં સહી કરી દીધી. પીડિતાને લાગ્યુ કે તેના લગ્ન થઈ ગયાં હતા પણ ખરેખર તો લગ્ન થયાં જ નહોતા, ધર્મપરિવર્તન થયુ હતું.

તે પછી આરોપી તેને તેના ગામ ઉત્તર પ્રદેશ લઈ ગયો અને ત્યાં નોનવેજ ખાવા માટે કહેવાતું, પણ તે ક્યારેય ખાઈ ન શકી.તે કહે છે કે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન થતુ અને તે આ ચુંગાલમાં ફસાતી ગઈ. જોકે, 7 વર્ષ બાદ જ્યારે યુવતી આરોપીના ચુંગાલમાંથી કોઇક રીતે આવીને ઘરે પહોચી. તેને પછી એ વાતની જાણ થઇ કે નાની બહેન પણ યુવક સાથે લગ્ન કરીને ફસાઈ અને તેણે ફેસબુકમાં હિન્દુ નામ મંથન જોશીથી તેનો સંપર્ક કર્યો.

File Pic

જે પછી તેની સાથે લગ્ન કર્યા. નાની બહેનને લગ્ન પછી ખબર પડી કે તેનો પતિ તો મંથન નહીં પણ સોહેલ ખાન છે. નાની બહેનને પણ ધર્મપરિવર્તનના સોગંદનામામાં સહી કરાવી હોવાનો ગંભીર આરોપ છે. નાની બહેનના પતિએ તો દીકરાની લાયમાં તેનો 5 વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. સતત યાતનાથી પીડિત અને લવ જેહાદોન શિકાર બનેલી બંને બહેનો રક્ષણ અને ન્યાયની માંગ કરી રહી છે.

Shah Jina