અમદાવાદ હિટ એન્ડ રન : કર્ણાવતી ક્લબ નજીક થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 2ના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં SG હાઇવે પાસે થાર જીપે 2 વ્યક્તિને મારી નાખ્યા, થારનું એક રહસ્ય ખુલ્યું, જાણીને ચોંકી ઉઠશો

ગુજરાતમાં અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ આવતા રહે છે. ઘણા લોકો બેફાન રીતે વાહન હંકારતા હોય છે અને પોતાની સાથે સાથે બીજાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ઘણીવાર અકસ્માતને કારણે કેટલાક લોકો મોતને ભેટતા હોય છે, તો કેટલાકને ગંભીર ઇજાઓ પણ થતી હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત કર્ણાવતી ક્લબ નજીક થયો હતો.

રોંગ સાઇડમાં આવી રહેલી તેજ રફતાર થાર કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને તેને કારણે બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ યુવકોમાં એક સુરેશ ઠાકોર અને બીજો સાગર કોઠારી છે. અકસ્માતની જાણ થતા જ પોલિસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ તો પોલિસ કાર ચાલકની શોધ કરી રહી છે. થાર કારની નંબર પ્લેટના આધારે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાલ તો એવી માહિતી સામે આવી છે કે, 5 લોકો અકસ્માત કરી ભાગી ગયા હોવાની આશંકા છે. આ અકસ્માત કર્ણાવતી ક્લબથી એસપી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર થયો હતો. જાણકારી પ્રમાણે સુરેશ ઠાકોર આંબલી ગામનો રહેવાસી છે, જ્યારે તેનો મિત્ર સાગર કોઠારી ઘુમા ગામનો રહેવાસી છે. બંને સરખેજ સ્થિર જસ્ટ ડોગમાં નોકરી કરતા હતા.નોકરીથી પરત ફરતી વખતે તેઓ ઘરે જઇ રહ્યા હતા.

ત્યારે રોંગ સાઇડ પર આવી રહેલી તેજ રફતાર થાર કારે તેઓને ટક્કર મારી હતી અને જેને કારણે બંનેને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. સુરેશે તો અકસ્માતની થોડી મિનિટો પહેલા જ તેના ભાઇને ફોન કર્યો હતો, એવી માહિતી પણ સામે આવી છે. અકસ્માતની જાણ થતા જ ઘણા લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

Shah Jina