ખબર

દીવથી ચિક્કાર દારૂ પી અને ગાડી ચલાવી રહેલા અમદાવાદના સોફ્ટવેર એન્જીનીયરે 3 લોકોને ગાડીથી ઉડાવી દીધા, અને પછી….

હાલમાં જ 2021નું વર્ષ પૂર્ણ થયું અને 2022ની શરૂઆત થઇ. આ દરમિયાન 31 ડિસેમ્બરના રોજ ઘણા લોકોએ પાર્ટી કરી, જેમાં દારૂનો નશો પણ કરવામાં આવ્યો, ઘણા લોકો પરિવાર સાથે દીવ જેવા સ્થળોની મુલાકાતે પણ ગયા અને ત્યાં પણ તેમને પાર્ટીઓ કરી. પરંતુ આ દરમિયાન એક ખુબ જ દુઃખદ ઘણા પણ સામે આવી છે.

અન્ય લોકોની જેમ અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં નોકરી કરતા પુલકિત કિરીટભાઈ કાપડિયા 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે દીવ ગયા હતા. જેમને દીવથી ચિક્કાર નશો કર્યો અને ગાડી ચલાવી આવી રહ્યા હતા ત્યારે જ ઉના પાસે અકસ્માત સર્જ્યો. જેમાં ત્રણ લોકો ઘાયલ હત્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.

સોફ્ટવેર એન્જીનીયરે દારૂના નશામાં ગાડી ચલાવીને તેમની સાથે પરિવારનો અને રાહદારીઓનો જીવ પણ ખતરામાં મુક્યો હતો. તેમની સાથે તમેની પત્ની અને બે સંતાનો પણ દીવ 31 ડીસેમબરની ઉજવણી કરવા માટે ગયા હતા. આ લોકો ઉનાની હોટલમાં રોકાયા હતા અને ત્યાંથી કાર લઈને દીવ જતા હતા. જ્યાં બારમા ચિક્કાર દારૂનો નશો કરી ઉના પરત ફરતા આ અકસ્માત સર્જ્યો હતો.

અસ દરમિયાન દારૂ પીવા બાબતે પુલકિતનો તેની પત્ની સાથે ઝઘડો પણ થયો હતો, તેની પત્નીએ તેને આટલો દારૂ પીવા બાબતે ટોક્યો પણ હતો, કારણ કે પુલકીતને ગાડી ચલાવવાની હતી, પરંતુ પુલકિત માન્યો નહીં અને પત્નીને લાફા પણ ઝીંક્યા હતા. ઉના આવતા સમયે બંને રસ્તામાં પણ ઝઘડી રહ્યા હતા. પુલકીતે ઊનાના દેલવાડા રોડ પર શાહ એચ. ડી. હાઇસ્કુલ પાસે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી અને બે બાઇકને ઠોકર મારી હતી. આ ઉપરાંત ત્યાં કડિયા કામ કરતા 3 મજૂરોને હડફેટે લીધા હતા.