અમદાવાદની હોસ્પિટલના કબાટમાંથી યુવતી અને ફ્રિજ તેની માતાની લાશ મળતા મચી ગઈ ચકચારી, કાનની સારવાર કરવાવવા માટે આવતી હતી હોસ્પિટલમાં

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા બનાસવો સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય લોકોની અંગત અદાવતમાં તો કોઈની પ્રેમ પ્રસંગોના કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક હોસ્પિટલના કબાટમાંથી એક યુવતીની લાશ મળી તો ફ્રિજમાંથી તેની માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના સામે આવી છે અમદાવાદના ભુલાભાઇ પાર્ક નજીક આવેલી કર્ણ હોસ્પિટલમાંથી. જ્યાંના ઓપરેશન થિયેટરમાં રહેલા એક કબાટમાંથી યુવતીની લાશ મળી આવી હતી ત્યારે ત્યાંના ફ્રિજમાંથી યુવતીની માતાની લાશ મળી આવી હતી. ત્યારે હોસ્પિટલના ડોક્ટર અર્પિત શાહની હોસ્પિટલમાં જ બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે, ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

માતા અને દીકરી બંને સારવાર માટે આ હોસ્પિટલ માં સારવાર માટે જતા હતા. જયારે દીકરીની લાશ મળી ત્યારે બાદ માતાની પણ શોધખોળ ચાલી હતી, કારણે તેની માતા પણ દીકરી સાથે જ આવી હતી. પોલીસ તપાસમાં ફ્રિજમાંથી માતાની પણ લાશ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. પોલીસે આ મામલે ડબલ મર્ડર કેસ નોંધીને હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના વ્યક્તિની અટકાયત કરી છે.

પોલીસને આ મામલે સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે. જેમાં મા અને દીકરી હોસ્પિટલમાં જતા જોવા મળે છે. આ મા અને દીકરી ઘરેથી LG હોસ્પિટલમાં જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારે તે કર્ણ હોસ્પિટલમાં કેમ આવ્યા તે પણ એક તપાસનો વિષય બન્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર માતાની બોડી ફ્રીજમાંથી મળી આવી છે. આ ઘટનાને લઈને પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ટ્રાફિક DCP સફન હસન સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે.

ત્યારે આ મામલે પોલીસે હોસ્પિટલમાં જ કામ કરતા એક મનસુખ નામના વ્યક્તિની અટકાયત પણ કરી છે. આ વ્યક્તિ મૃતકોનો પરિચિત હોવાનું પણ કહેવાય રહ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 30 વર્ષીય મૃતક દીકરી ભારતી વાળા અને તેની માતા ચંપાબેન ભારતીના કાનની સારવાર કરાવવા માટે હોસ્પિટલમા આવ્યા હતા. યુવતીના લગ્ન છ વર્ષ આગાઉ થઇ ગયા હતા અને તે હાલ તેના પિયરમાં રહેતી હતી.

તો મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક ભારતી વાળાને ડગનો ઓવરડોઝ અથવા કોઈ ઈનેજંકશન આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના અમદાવાદના મણિનગર પાસે આવેલા ભુલાભાઇ પાર્ક નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બની હતી. પોલીસે સીસીટીવી ફુટેજમાં ભારતી અને તેની માતાને હોસ્પિટલમાં જતા પણ જોયા હતા.

આ ઘટનાની વિગત તપાસીએ તો જે હોસ્પિટલમાંથી લાશ મળી આવી છે તે હોસ્પિટલ ડો. અર્પિત શાહની છે. આ હોસ્પિટલમાં 3 લોકો કામ કરે છે. ગત રોજ લાશ મળી એ પહેલા ડોક્ટર પોતાનું કામ પતાવીને નીકળી ગયા હતા. જેના બાદ હોસ્પિટલનો સ્ટાફ જે જગ્યાએ ગેસનો બોટલ મુક્યો હતો તે કબાટ ખોલવા જતા તેમાં બોટલની જગ્યાએ ભારતીની લાશ જોતા ડોક્ટરને જાણ કરી હતી અને પછી પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યા હતો.

તો આ મામલામાં મૃતકના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તેમની બહેન અને માતા એલજી હોસ્પિટલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તે બંને અહીંયા કેવી રીતે પહોંચ્યા તેની ખબર નથી પડી રહી. ત્યારે તેમના સગા લક્ષ્મણ અને મનસુખ પર તેમને શંકા છે. ડોક્ટર હોસ્પિટલમાંથી નીકળી ગયા પછી 1 કલાક સુધી સીસીટીવી પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે એકદમ ચોંકાવી દે તેવો ખુલાસો થયો છે કે કમ્પાઉન્ડર આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક સ્ત્રીનું સોનુ ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે.

Niraj Patel