14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન્સ ડે મનાવવામાં આવે છે. આ અવસર પર પ્રેમી અને પ્રેમીકા, પતિ અને પત્ની એકબીજાને ગિફ્ટ આપે છે અને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે.
ગુજરાતના અમદાવાદના રહેવાસી વિનોદ ભાઇ પટેલ તેમની પત્ની રોજ દુ:ખમાં જોતા હતા. વિનોદ ભાઇની ખુશી તેમની પત્ની રીટામાં છે પરંતુ પત્નીનું દર્દ જોઇને તેઓ દુ:ખી રહેતા હતા. કારણ કે રીતા બેનની કિડની ફેલ હતી. ડોકટરે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. કિડનીના ડોનર મળવામાં રાહ જોવી પડતી અને તે જ માટે વિનોદ ભાઇએ તેમની પત્નીને એક કિડની આપવાનો નિર્ણય કર્યો.
ટાઇમ્સ નાઉ અનુસાર, છેલ્લા 3 વર્ષોથી રીટાબેન ઓટોઇમ્યૂન કિડનીની બીમારીથી પીડિત છે. એક મહિના અગાઉ જ આ મહિલાનું ડાયાલિસીસ કરવામાં આવ્યુ હતું. તેમને ડોકટરે ઓબઝર્વેશનમાં રાખ્યા હતા અને તે બાદ તેમની કોઇ પણ કિડની બરાબર કામ ન કરતી હોવાથી ડોકટરે મહિલાને જીવનભર સપ્તાહમાં 3 વાર ડાયાલિસીસ કરવાની સલાહ આપી હતી.
વિનોદ ભાઇ પત્નીનું દુ:ખ જોઇ શક્યા નહિ અને તેમણે પત્નીને કિડની આપવાનો નિર્ણય કર્યો. વેલેન્ટાઇન્સ ડેના દિવસે વિનોદ ભાઇએ રીટા બેનને કિડની આપી.
વિનોદ ભાઇ ડેકોરેશન કોન્ટ્રાક્ટર છે અને રીતા બેન ગૃહિણી છે. તેઓને એક 22 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો પણ છે. વિનોદ ભાઇએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2017માં મારી પત્નીને પગમાં સોજા અને શ્વાસની તકલીફ થઇ હતી. સારવારમાં ખબર પડી કે તેઓની કિડની ખરાબ થઇ ગઇ છે. ડોકટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી પરંતુ કોઇ ડોનર ન મળ્યા. વિનોદ ભાઇએ ખાસ દિવસ વેલેન્ટાઇન્સ ડે પર પત્નીને કિડની આપવાનો નિર્ણય કર્યો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન વિનોદ ભાઇએ જણાવ્યુ કે, અત્યાર સુધી મારી પત્નીએ બધી જ પરિસ્થિતઓમાં મારો સાથ આપ્યો છે. તો આ સમસ્યામાં હું તેને એકલી કેવી રીતે લડવા દેતો. આ માટે મેં કિડની આપવાનો નિર્ણય કર્યો.તે બાદ તેમણે કહ્યુ કે, ‘આને મારો પ્રેમ સમજો કે કર્તવ્ય’. તેમણે જણાવ્યુ કે, અમારા લગ્નને 23 વર્ષ થઇ ગયા છે. મારી તપાસ બાદ કિડની રીટા સાથે મેચ થઇ ગઇ હતી. રીટા મારી કિડની લેવા માટે તૈયાર હતી નહિ. પરંતુ મેં તેને મનાવી લીધી.