ખુશખબર : નહિ આવે હવે ફીરકી વીંટવાનો કંટાળો, બજારમાં આવી ગઇ છે ઓટોમેટિક ફીરકી, બસ આટલો જ ભાવ છે

ખુશખબરી: પતંગ કપાયા જાય એટલે ફટાફટ ઓટોમેટિક ફીરકી વીંટાઈ જશે, ફક્ત આટલા રૂપિયામાં મળે છે

જાન્યુઆરી માસ ચાલુ થાય ત્યારથી લોકો 14 જાન્યુઆરી આવવાની રાહ જોતા હોય છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના તહેવારને લઇને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે. હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યાં જો તમે પણ પતંગરસિયા છો અને તમને પણ જો પતંગ ચગાવવાનો શોખ છે, પેચ લડાવવાનો શોખ છે અને ખાસ તો લપેટ-લપેટની બૂમો પાડવાનો શોખ છે તો હવે બસ ગણતરીના જ દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવે છે.

આ બધા વચ્ચે જો તમને પતંગ ચગાવ્યા પછી ફીરકી વીંટવાનો કંટાળો આવે છો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ વર્ષે બજારમાં એક એવી ફીરકી આવી છે, જે ઓટોમેટિક ફીરકી છે. ઓટોમેટિક ફીરકીનું કામ એ છે કે પતંગ ચગાવ્યા પછી એક સ્વીચ દબાવવાથી તમામ દોરી ફિરકીમાં વીંટાઈ જાય છે. સામાન્ય રીતે જોવા જઇએ તો, તહેવાર દરમિયાન કોઈ નવી વસ્તુ બજારમાં આવે તો તે મેડ ઇન ચાઇના હોય છે, પણ હાલ બજારમાં જે ઓટોમેટિક ફીરકી મળી રહી છે તે મેડ ઇન ઇન્ડિયા છે.

ત્યારે આ ઉત્તરાયણમાં આ સ્વદેશી પ્રોડક્ટ પતંગ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.ફીરકીની ખાસિયતો જણાવીએ તો, તે 9 વોલ્ટની ત્રણ બેટરી પર ચાલે છે અને આખો દિવસ વાપરવા સાથે ત્રણ દિવસ બેટરી ચાલે છે. જો તમે એકવાર બેટરી નાખશો તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને નીકળી જશે. આ ફિરકીમાં બેટરી, મોટર, સ્વીચ અને સર્કિટ આવેલી છે, ફીરકી 2500 વારની મળે છે. જેમાં દોરી પુરી થઈ જાય તો તેમાં દોરી ભરાવી શકાય છે. અથવા તો તેજ ફીરકીનો દોરી સાથેનો તૈયાર કોન આવે છે.

જૂનો કોન પૂરો થઇ જાય તો ફીરકી સાથે આવેલા નવા કોનને એક સ્ક્રુ ડ્રાયવરની મદદથી ફીરકી ખોલી ફિટ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે 2500 વારની ફીરકી 650 કે તેની આસપાસની કિંમતમાં મળી રહે છે. પણ ઓટોમેટિક ફિરકીના ભાવ 2000-2100 રૂપિયા છે. હાલ તો હોલસેલ પર આ ફિરકીની માગ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. કારણ કે, મોટા ભાગના વેપારીઓ વિચારી રહ્યા છે કે, અમારા સ્ટોરમાં પણ આવી ફિરકી ઉપલબ્ધ હોય, જેથી સારી માંગ જોવા મળી રહી છે.

Shah Jina