અમદાવાદમાં આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે ખૂબ જ ચોંકાવનારી છે. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો.
2.5 વર્ષના લગ્ન જીવનમા પતિના ત્રાસથી કંટાળીને યુવતીએ આપઘાતનું તેના જીવનનું અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતને આધારે પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

આઈશાએ સાબરમતિમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા આઈશાએ તેના જીવનનો અંતિમ વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો.

આ વચ્ચે પતિનું એક વોટ્સએપ સ્ટેટસ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. આઇશાએ આપઘાત કર્યો તે દિવસે પણ તેણે પતિ સાથે વાતચીત કરી હતી અને આરીફે તેને મરી જવા અને વિડીયો બનાવવા કહ્યુ હતુ. જેથી પરિવારે તેના પતિને સજા થાય તેવી માંગ કરી હતી.
પરિણિતાના મોત બાદ તેના પતિ આરીફે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. જેમા તેણે લખ્યું કે કોણ જતુ રહ્યુ એ મહત્વનુ નથી પરંતુ કોણ અત્યારે સાથે છે તે મહત્વનું છે.

23-year old Aayesha committed suicide by jumping into river Sabarmati @ Riverfront in Ahmedabad, Gujarat. Aisha’s husband Arif Khan deserted her asking for dowry. #UniformCivilCode in India is must & I hope Indian Muslims will support to save another Ayesha.🙏 #JusticeForAayesha pic.twitter.com/juhY7qLQyj
— Gulshan Sirohi (@SirohiGulshan) February 27, 2021