અમદાવાદીઓ સાવધાન, ખતરામાં છે અમદાવાદ..જાણો વિગત

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આબોહવા ફરી બગડવા લાગી છે. ઘણા એવા વિસ્તાર છે જયાં એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 300 પાર પહોંચી ગયો છે, જે ખરાબ શ્રેણીમાં આવે છે. કોરોનાના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ની પણ નીચે આવી ગયો હતો.

શહેરમાં રવિવારે સાંજે AQI 259 પર પહોંચી ગયો હતો. શહેરના ઘણા વિસ્તારો એવા છે જયાં વધુ AQI છે. જેમ કે, રાયખડ 316, લેખવાડા 310 એરપોર્ટ 308 અને પિરાણા 302…

રવિવારે 4 શહેરોમાં દિલ્લીનો AQI સૌથી વધુ ખરાબ હતો. તે બાદ અમદાવાદનો ઓવરઓલ AQI ખરાબ શ્રેણીમાં હતો. દિલ્લીનો ઓવર ઓલ AQI 342 હતો, તે બાદ અમદાવાદમાં 259 અને મુંબઇમાં 186 તથા પુણેમાં 183…

પ્રતિકાત્મક તસવીર

બીજી બાજુ જોઇએ તો, રખિયાલ 239, નવરંગપુરા 245, ચાંદખેડા 252, બોપલ 208 અને ગિફટ સિટી 211 તેમજ સેટેલાઇટમાં 100 છે. કોરોના મહામારીને પગલે લાગેલા લોકડાઉન દરમિયાન AQIમાં ઘણો સુધારો આવ્યો હતો. તેમજ ઘણા શહેરોમાં તે 50ની નીચે પણ પહોંચી ગય હતો

દિલ્હી પછી બીજા ક્રમે અમદાવાદ છે, સફર સેવા અનુસાર, રવિવારે દિલ્હીની ઓવર ઓલ એક્સઆઈ શહેરના ચાર શહેરોમાં સૌથી ખરાબ રહી હતી. આ પછી અમદાવાદની ઓવર ઓલ એક્યુઆઈ પણ નબળી હાલતમાં હતી. ઓવર ઓલ એક્યુઆઈ પર દિલ્હીનો રેકોર્ડ 342 હતો. જ્યારે શહેરના ઘણા વિસ્તારોમાં તે ગંભીર સ્થિતિમાં રહ્યો. ત્યારબાદ અમદાવાદ શહેરમાં ઓવર ઓલ એક્યુઆઈ 259 આવી હતી.

Shah Jina