અમદાવાદમાં એરહોસ્ટેસની રૂમમેટનો મિત્ર એરહોસ્ટેસની બાજુમાં આવીને સુઈ ગયો અને શરી પર હાથ ફેરવીને

રૂમ પાર્ટનરના મિત્રે સુંદર એરહોસ્ટેસના શર્રીરે હાથ ફેરવ્યો અને પછી જે કર્યું…ચોંકાવનારી વિગતો બહાર આવી

ગુજરાતમાંથી યુવતીઓ અને મહિલાઓ સાથે છેડછાડની ઘણી જ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ અમદાવાદના જગતપુરમાંથી પણ એક એવી ઘટના સામે આવી છે, જેમાં ભાડે રૂમ રાખીને રહેતી એરહોસ્ટેસ અને તેની સાથે રહેતી તેની રૂમ પાર્ટનરનો મિત્ર એરહોસ્ટેસના રૂમમાં ઘુસી જઈને તેની સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતી મૂળ પંજાબની અને અમદાવાદ એરપોર્ટ ખાતે સ્પાઇસ જેટ એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે કામ કરી રહેલી 25 વર્ષીય યુવતી ત્રણ અન્ય યુવતીઓ સાથે ભાડે ફ્લેટ રાખીને રહેતી હતી.

એરહોસ્ટેસ યુવતીના રૂમ પાટર્નર તેના મિત્રોને ફ્લેટમાં બોલાવી તા. 9 જૂનના રોજ દારૂની પાર્ટી અને જોરથી મ્યુઝિક વગાડી ધમાલમસ્તી કરતા હતા. એરહોસ્ટેસ યુવતી તેના મિત્રો અને રૂમ પાર્ટનર યુવતીની હરકતોથી કંટાળી ગઈ હતી અને તેમને આવું ન કરવા જણાવતાં તેણે ગાળાગાળી કરી હતી.

જેના બાદમાં એરહોસ્ટેસ યુવતી તેના રૂમમાં સૂતી હતી ત્યારે રૂમ પાર્ટનર યુવતીનો એક મિત્ર રૂમમાં આવ્યો હતો અને બાજુમાં સૂઈ જઈ તેનાં અંગોને સ્પર્શ કરી અભદ્ર માગણીઓ કરવા લાગ્યો હતો. ત્યારબાદ યુવતી દોડીને હોલમાં આવી ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. તેમજ તેણે યુવકે છેડતી કરી હોવાનું જણાવતા તમામ લોકોએ તેને ધમકી પણ આપી હતી.

જે બાબતની ફરિયાદ યુવતીએ ચાંદખેડા પોલીસ મથેક નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ દ્વારા એરહોસ્ટેસ યુવતીની ફરિયાદના આધારે ઘટનાસ્થળે પહોંચી પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશ નામના શખસો સામે યુવતીએ છેડતી, ધમકી સહિતની ફરિયાદ નોંધવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Niraj Patel