આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસની SHE ટીમ દ્વારા કરવામાં આવી ખુબ જ પ્રસંશનીય કામગીરી, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

આજે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ત્યારે અમદાવાદ શહેર પોલીસની SHE ટીમ દ્વારા આજના દિવસે ખુબ જ સુંદર કામગીરી કરવામાં આવી, જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શહેર પોલીસની SHE ટીમ દ્વારા સીનીયર મહીલા સીટીઝનોની મુલાકાત કરી કેક કાપી મહીલાઓના ઉત્સાહમા વધારો કર્યો

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર IPS અજય ચૌધરીએ પણ સોશિયલ મીડિયા દ્વારા મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી અને એક પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. તેમને ટ્વીટર ઉપર એક તસવીરો પોસ્ટ કરી છે, જેની અંદર તેમને ખુબ જ સરસ સંદેશ પણ આપ્યો છે.

IPS અજય ચૌધરીએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, “શક્તિના સ્ત્રોત અને સમાજના આધારસ્તંભ સમી અદમ્ય નારી શક્તિને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” IPS અજય ચૌધરી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં મહિલાઓના સમાજમાં વિવિધ રૂપોની ઝાંખી થતી પણ જોવા મળી રહી છે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા પણ મહિલાઓ માટે એક પ્રેરણાત્મક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ પોલીસની SHE ટીમ સીનીયર મહીલા સીટીઝનોની મુલાકાત કરી કેક કાપી મહીલાઓના ઉત્સાહમા વધારો કરતા જોવા મળી રહ્યા છે. કેક ઉપર “વિશ્વ મહિલા દિવસ” લખેલું છે, અને એક સીનીયર મહીલા કેક કાપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા કેટલીક પ્રેરણાત્મક તસવીરો પણ શેર કરવામાં આવી છે.  જેમાં સિનિયર સીટીઝન મહિલાને અમદાવાદ શહેર પોલીસની SHE ટીમના સભ્યો કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ શેર કરવાની સાથે ખુબ જ સરસ અને પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

જેમાં લખવામાં આવ્યું છે. “વિશ્વ મહીલા દિવસ નીમીત્તે અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમા સીનીયર મહીલા સીટીઝન નાઓની મુલાકાત કરી કેક કાપી મહીલાઓના ઉત્સાહમા વધારો કર્યો.” સોશિયલ મીડિયામાં આ તસવીરો અને વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ અમદાવાદ પોલીસની પ્રસંશા પણ કરી રહ્યા છે.

વાત કરીએ મહિલા SHE ટીમની કામગીરીની તો શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં બે “SHE” ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક ટીમમાં 5 મહિલા પોલીસ કર્મચારીઓ અને 2 પુરુષ કર્મચારીઓ હોય છે. જે મહિલાઓને લગતી જાતીય સતામણી, ઘરેલુ હિંસા જેવા ગુન્હાઓને થતા અટકાવવાનું એક ઉત્કૃષ્ઠ કામ કરે છે.

Niraj Patel