અમદાવાદમાંથી એક ચોંકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો. રાણીપમાં શાકમાર્કેટ પાસે આવેલી એક જ્વેલર્સની દુકાનમાં જ્યારે સોની બપોરના સમયે એકલો બેઠો હતો ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી અને થોડીવાર પાયલ બનાવવાનું નાટક કરી અચાનક હાથમાં રહેલો મરચાંનો પાઉડર સોનીની આંખમાં નાખ્યો.

જોકે આ પાઉડર સોનીની આંખમાં ગયો નહિ અને મહિલાના ઇરાદાની જાણ થતાં તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈને મહિલાને એક બાદ એક 25 સેકન્ડમાં 20 લાફા ઝીંક્યા. સોની ટેબલ કૂદી મહિલા પાસે આવ્યો અને મહિલાને ખેંચીને દુકાનની બહાર પણ કાઢી.

આ આખી ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી.રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ અનુસાર, સોનીએ આ અંગે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે પણ પોલીસે CCTVના આધારે મહિલાની તપાસ શરૂ કરી છે.
