Delhi Red Fort Blast: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક સોમવાર 10 નવેમ્બરની સાંજે ભયંકર વિસ્ફોટ થયો હતો. આમાં આઠ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ પહેલાંની સીસીટીવી ફૂટેજ બહાર આવી છે. આમાં એક I-20 કાર ભારે ટ્રાફિકમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આ કારમાં એક વ્યક્તિ બ્લેક માસ્ક પહેરીને કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી દેખાઈ રહી છે. તે આતંકવાદી મોહમ્મદ ઉમર હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ ફૂટેજ જે શંકાસ્પદ વાહનને દર્શાવે છે. તે વિસ્ફોટની તપાસમાં એક અગત્યની કડી સાબિત થઈ શકે છે.
વિસ્ફોટ પહેલાંના તે વિસ્તારની સીસીટીવી ફૂટેજમાં સાફ જોવા મળે છે કે જ્યારે તે રસ્તા પર ખૂબ ભીડ હતી ત્યારે એક સફેદ I-20 કાર તે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. કાર ટ્રાફિક વચ્ચે આગળ વધતી રહી. ફૂટેજ મુજબ, કાર ચલાવનાર વ્યક્તિનો ચહેરો કાળા માસ્કથી ઢંકાયેલો હતો. તપાસ એજન્સી હવે કાર અને માસ્ક પહેરેલા ડ્રાઇવરની ઓળખ જાણવા માટે ટેકનિકલ અને માનવીય ખુફિયા માહિતીનો ઉપયોગ કરી રહી છે.
જે હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો તે મૂળ મોહમ્મદ સલમાનની હતી. જે તેણે નદીમને વેચી દીધી, જેણે પછી તેને ફરીદાબાદમાં જૂની કારના ડીલર રોયલ કાર ઝોનને વેચી દીધી. પછીથી તે તારિક અને પછી ઉમરે ખરીદી હતી.
દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે શંકાસ્પદ આતંકવાદી હુમલા તરીકે થઈ રહી છે. તપાસમાં પુષ્ટિ થઈ છે કે તે હ્યુન્ડાઇ i20 કાર વિસ્ફોટકોથી ભરેલી હતી અને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે જાણીજોઈને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. મુખ્ય ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર LNJP હોસ્પિટલમાં ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો આત્મઘાતી શૈલીનો હુમલો હોય તેવું લાગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર કથિત રીતે જમ્મુ અને કાશ્મીરના પુલવામાના વાસી તારિક દ્વારા ખરીદવામાં આવી હતી, જેને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. તપાસ ટીમ ફરીદાબાદમાં એક આતંકવાદી મોડ્યુલ સાથે તેના સંબંધની તપાસ કરી રહ્યા છે. જે બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આયોજક હોવાનું માનવામાં આવે છે.
Delhi blast CCTV footage parking lot #delhiblast pic.twitter.com/mZDReF8lJR
— Madhuri Adnal (@madhuriadnal) November 11, 2025
