અમદાવાદમાં આ ‘નાટકબાજ’ ડોક્ટરે પોતાના જ અપહરણનું નાટક રચ્યું, પિતાને મેસેજ મોકલીને એવું કહ્યું કે જેલ ભેગો થયો

ડોક્ટર આવા હોય? અમદાવાદમાં ડોક્ટરે પોતાના જ અપહરણનું નાટક રચ્યું, પોલીસને દોડતી કરી…..એવી હોશિયારી કરી કે તમે કદી વિચાર્યું નહિ હોય

ઘણીવાર લોકો ઓનલાઇન ગેમ કે જુગારમાં પૈસા હારી જતા હોય છે અને પછી તે લોકો પૈસા ચૂકવી સકવા શક્ષમ ન હોવાને કારણે ફરાર થઇ જતા હોય છે અથવા તો પોતાનું દિમાગ દોડાવી કંઇ મોટો ખેલ રચી દેતા હોય છે. હાલમાં જ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને એક ફોન આવ્યો, જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો. આ ડોક્ટર ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખની હોસ્પિટલ ચલાવતા હતા. અપહરણકર્તાઓએ 15 લાખની ખંડણી પણ માંગી હતી. જો કે, બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તપાસમાં જોતરાઇ અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે લોકેશન ટ્રેસ કરી કાર્યવાહી શરૂ કરી.

જો કે, આ દરમિયાન ઘણી જ ચોંકાવનારી હકિકત સામે આવી. પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાનું જ અપહરણ થયું હોવાનું તરકટ ડોક્ટરે રચ્યુ. આ ડોક્ટરનું નામ સંકેત શાહ છે. તેમણે તેમના જ મોબાઈલ નંબર પરથી પિતાના મોબાઈલ પર એક ફોન આવ્યો અને પછી મેસેજ પણ આવ્યા. આ મેસેજમાં લખેલુ હતુ કે તમારા દીકરાનું અપહરણ થયું છે અને 15 લાખ તૈયાર રાખજો.આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલીસીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું. ડોક્ટરને પોલિસે કસ્ટડીમાં લઇ લીધા છે.

તપાસમાં સામે આવ્યુ કે, ડોક્ટર સંકેત ઓનલાઇન ગેમમાં જુગાર રમતો અને તેમાં હારનો સામનો કરતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આવું અપહરણનું નાટક રચ્યુ હતુ. જો કે, આ ગુનો પોતે ડોક્ટર એ કબૂલ્યો છે. આ ઉપરાંત ડોક્ટરે આ અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા 12 લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા. ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કડકાઈથી પૂછપરછ કરી તો વધુ એક ચોંકાવનારી હકિકત સામે આવી,

જેમાં વર્ષ 2015થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા. ત્યારે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી 26.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરી ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Shah Jina