રાજ્યમાં વધુ એકને હાર્ટ એટેક ! અમદાવાદના પૂર્વ મેયર અને ગાયનેકોલોજિસ્ટનું હાર્ટ એટેકથી મોત…

ગુજરાતમાંથી સતત હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. મોટેરાઓથી લઇને યુવા અને કિશોરોને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હાર્ટ એટેકથી મોતને કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ મેયર અને ગાયનેકોલોજિસ્ટ ડૉ.મુકુલ શાહ કે જે ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર રહી ચૂક્યાં છે તેમનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ડૉ.મુકુલ શાહ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત થનાર પ્રથમ ડૉક્ટર હતાં.

સેફ્રોન બ્રિગેડ યુનિવર્સિટીના બીજા સર્વોચ્ચ પદનો ચાર્જ સંભાળનાર ડૉ.મુકુલ શાહ હતાં. જણાવી દઇએ કે, ડૉ.મુકુલ શાહને ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર પદે જુલાઇ 2011થી ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ વર્ષ 1980માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને વર્ષે ફરીથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતાં. 1987માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકેના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ટોચના ત્રણ હોદ્દા સંભાળનાર સૌથી યુવા નેતા હતાં.

File Pic

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991 અને 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે પણ તેઓ નિયુક્ત થયાં હતાં. આ ઉપરાંત વર્ષ 1988 અને 1989માં ડેપ્યુટી મેયર પદે નિમાયા. વર્ષ 1990 સ્થાયી સમિતિના અધ્યક્ષ માટે નિયુક્તિ મળી અને વર્ષ 2012થી 2014માં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થયા. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ફોરેન્સિક સાયન્સમાં નિયામક તરીકે નિમણૂક વર્ષ 2017 માં યુનિવર્સિટીમાં નિયુક્તિ મળી હતી.

Shah Jina