અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યાનો મામલો ! વિદેશમાં યુવતિએ બાંધ્યા સંબંધો અને બાળક જન્મ્યુ તો 10માં માળેથી નીચે ફેકી દીધુ

ચાંદેખાડામાં યુવતીએ વિદેશમાં પ્રેમી સાથે સેક્સ માણ્યું, ચાંદેખાડામાં યુવતીએ બચ્ચું પેદા કરતા 10મા માળથી પટકી; હત્યારી માતાનો હચમચાવતો કિસ્સો

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે કે લોકો પણ એ ઘટના જોઇ અથવા વાંચી હેરાન રહી જાય છે. કેટલીકવાર અવૈદ્ય સંબંધોના કિસ્સામાં નવજાત બાળકની હત્યાનો પણ કિસ્સો સામે આવે છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો હતો, જેમાં નવજાત બાળકીની હત્યા તેની માતાએ જ કરી હતી. ત્યારે આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી અને હવે પોલિસે આ મામલો ખુલાસો કર્યો છે.

જે મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો તે કુંવારી માતા બની હતી અને તેણે સ્વીકાર્યું છે કે વિદેશમાં પ્રેમી સાથે તેનો શારિરિક સંબંધ હતો અને 2 વાર તેમના વચ્ચે આ પ્રમાણે સંબંધ બંધાયો હતો. હત્યારી માતાએ નવજાત બાળકીને જન્મ આપ્યાના ગણતરીના સમયમાં જ તેને દસમા માળેથી નીચે ફેકી દીધી હતી. પ્રાપ્ત વિહત અનુસાર, યુવતી વિદેશથી અમદાવાદ આવી હતી અને તે ચાંદખેડાના એક એપાર્ટમેન્ટમાં રહી રહી હતી.

તે અપરિણીત હતી અને બાળકીને જન્મ આપ્યા બાદ સમાજની લાજે તેણે આ બાળકીનું શું કરવું એ વિચારી ગર્ભનાળ સાથે જ નવજાત બાળકીને 10માં માળેથી નીચે ફેકી દીધી. ગર્ભનાળ સાથે ઉપરથી નીચે પટકાવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જો કે, યુવતીએ સમાજમાં બદનામીના ડરે નવજાતને મોતને ઘાટ ઉતારી હોવાનું સ્વીકાર્યુ હતુ. યુવતિએ બાળકને જન્મ આપ્યા બાદ બાથરૂમનાં વેન્ટિલેશનની બારીમાંથી તેને નીચે પટક્યુ હતુ.

માતા-પિતા સાથે અહીં રહેતી યુવતિ મોડી રાત્રે દુખાવો થતા બાથરૂમમાં ગઇ હતી અને ત્યાં જ તેની ડિલિવરી થઈ હતી. જો કે, તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગર્ભવતી છે તેની તેને જાણ નહોતી. જો કે, મોડી રાત્રે મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. યુવતી મુજબ આ ગર્ભ સાત કે આઠ મહિનાનો હોઇ શકે છે, પણ હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચો ખ્યાલ આવશે કે કેટલા મહિનાનો ગર્ભ હતો.

Shah Jina