અમદાવાદના નવરંગપુરામાં પોલિસ જવાને અકસ્માત સર્જ્યો, નશાની હાલતમાં હોવાનો આરોપ, કારમાંથી મળી દારૂની બોટલ

અમદાવાદના પોલિસકર્મી પર ચિંધાઇ આંગળી, નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.
નવરંગપુરા વિસ્તારમાં એક પોલીસકર્મીએ અકસ્માત સર્જાયો અને આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી. ત્યારે આ ઘટનાને કારણે પોલીસ વિભાગની બદનામી થઇ રહી છે.

જણાવી દઇએ કે, નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે રાતના સમયે આ ઘટના બની હતી. ફરિયાદીનો આરોપ છે કે અકસ્માત કરનાર ચાલક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યો હતો. ફરિયાદીએ એવું જણાવ્યુ કે પોલીસકર્મીની કારની સ્પીડ 80 કિમી જેટલી રફતારે ચાલતી હતી અને તેણે ફરિયાદીની કારને ટક્કર મારી હતી. આને કારણે ગાડીના પાછળ ભાગે નુકસાન થયું હતું.

આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપી પોલીસકર્મીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં સામે આવ્યુ છે કે આ પોલીસકર્મી અનિરુદ્ધ સિંહ વાઘેલા છે, જેઓ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ પર બજાવે છે. અનિરુદ્ધ સિંહ વાઘેલાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ખૂબ રોષ પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina