હજુ તો 7 દિવસ પહેલા બહેનની ડોલી ઉઠાવી હતી, ત્યાં જ લાડલા ભાઈ આયુષનું થયું દર્દનાક મૃત્યુ, દીકરાની અર્થીને લપેટી બેસુધ થઇ માતા

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હિટ એન્ડ રન કેસ સામે આવે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ ગ્રેટર નોઇડા હિટ એન્ડ રન કેસ સામે આવ્યો હતો, જેમાં આગ્રાના રહેવાસી આયુષનું ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન કેસમાં મોત થયું હતું. તે પરિવારનો એકમાત્ર પુત્ર હતો. 7 દિવસ પહેલા પિતા સંજીવ શર્માએ એકમાત્ર પુત્રીના લગ્ન કર્યા હતા, ત્યારે મૃતક આયુષે બહેનની ડોલીને ખભો આપ્યો હતો. જ્યારે તેને આયુષના મોતના સમાચાર મળ્યા ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. તે તેના ભાઈને ગળે લગાવીને રડી રહી હતી. આ જોઈને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.

પુત્રના મોતથી દુઃખી માતા રડતી રડતી માત્ર એક જ વાત કહી રહી હતી કે જવાની ઉતાવળ શું હતી ? આયુષના અંતિમ સંસ્કાર રવિવારે ગમગીન વાતાવરણમાં થયા હતા. આયુષ એન્જિનિયરિંગ કરતો હતો. શનિવારે રાત્રે 11 વાગ્યે તે તેના મિત્રો સાથે જમ્યા બાદ હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. આગ્રાના 71 વર્ષના માનસ નગર જયપુર હાઉસમાં રહેતા સંજીવ શર્માનો પુત્ર આયુષ નોઈડાની ગલગોટિયા એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક કરી રહ્યો હતો. શનિવારે રાત્રે ગ્રેટર નોઈડામાં રેયાન રાઉન્ડબાઉટ પાસે એક તેજ રફતારે કારે પાંચ વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી.

જેમાં આયુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.રવિવારે બપોરે આયુષનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અર્થી ઉઠતાની સાથે જ માતા-પિતા અને બહેનની હાલત દયનીય બની હતી. આ જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આયુષનો મૃતદેહ આવતાની સાથે જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારની રોકકડથી વાતાવરણ પણ ખૂબ જ ગમગીન બની ગયુ હતુ. આયુષના મોતથી માતા સીમા બેહોશ થઈ ગઈ હતી.

નવી પરણેલી બહેનની હાલત પણ દયનીય બની ગઈ હતી અને બીજી બાજુ પિતા પણ એકના એક દીકરાના મોતથી તૂટી ગયા હતા અને રડી રહ્યા હતા. પરિવારના સભ્યો કોઈને કોઈ રીતે ત્રણેયનું ધ્યાન રાખતા હતા. અર્થી ઉઠી ત્યારે માતા એક જ વાત કહેતી હતી કે દીકરાને ક્યાં લઈ જઈ રહ્યા છો. તેમના દિલનો ટુકડો તેમનાથી દૂર ન કરો. આ દ્રશ્ય જોઈને બધા રડી પડ્યા. પરિવારજનોએ જણાવ્યું કે આયુષ ગુરુવારે બહેનને તેના સાસરેથી લઈને આવ્યો હતો. સોમવારે બહેન સાસરે જવાની હતી. અગાઉ આયુષે શુક્રવારે કોલેજ જવાની વાત કરી હતી.

આના પર માતાએ તેને શનિવાર અને રવિવાર રોકાવાનું કહ્યું અને કહ્યુ કે, સોમવારે સવારે નીકળજે. એક દિવસની રજામાં શું ખોટું છે ? પરંતુ, આયુષ શુક્રવારે કોલેજ ગયો. આયુષના મોતના સમાચાર મળતાં તેની સાથે ભણતા મિત્રો પણ પહોંચી ગયા હતા. એક મિત્રએ જણાવ્યું કે આયુષે સિમ્પકિન્સમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. તે સિવિલ એન્જિનિયર બનવા માંગતો હતો. બધા મિત્રો ગ્રુપમાં અવારનવાર ચેટ કરતા હતા. બધા મિત્રો હોળી પર પણ મળ્યા.

Shah Jina