95 વર્ષની ઉંમરમાં કંઈક આવી દેખાશે આ 5 વર્ષની દીકરી, વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ ફફડી ગયા, બોલ્યા “મને ડર લાગે છે…”, જુઓ

AIની મદદથી 5 વર્ષની દીકરીની વધતી ઉંમરનો વીડિયો થયો વાયરલ, એક પછી એક પડાવમાં એવી દેખાઈ કે આનંદ મહિન્દ્રા પણ વિચારમાં પડી ગયા, જુઓ તમે પણ

5 year old girl will look 95 year old : આજના સમયમાં ટેક્નોલોજી હરણફાળ ગતિએ આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની પ્રગતિ થતી જોવા મળી રહી છે. ત્યારે આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial intelligence) નો જમાનો છે. કોઈપણ પરિસ્થિતિમાં AIની મદદથી ચિત્ર વિકસાવી શકાય છે. તાજેતરમાં એક કલાકારે એક અદ્ભુત ચિત્ર બનાવ્યું છે.

આ તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે 5 વર્ષની છોકરી 95 વર્ષની મહિલા બની જાય છે. આ તસવીરને વીડિયોમાં બનાવવામાં આવી છે, જેને જોઈને આનંદ મહિન્દ્રા (anand mahindra) પણ ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કર્યા બાદ તેમણે લખ્યું છે  “એક વીડિયો મળ્યો છે. તેમાં 5 વર્ષની બાળકીનું પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. આ છોકરી 95 વર્ષની વૃદ્ધ મહિલા બની ગઈ છે. હું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ડરતો નથી. તેની શક્તિ અદ્ભુત છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકીનો વિકાસ કેવી રીતે થયો છે. કેવી રીતે બાળકીની દરેક ક્ષણને કેદ કરવામાં આવી હતી. આ વીડિયો દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ થતા આ વીડિયોને જોયા બાદ યુઝર્સ તેના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ આ વિડિઓ પર તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે  “કેટલો શાનદાર વીડિયો છે. શેર કર્વ્સ બદલ આભાર. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે “વીડિયો જોવો ખૂબ જ સારો છે.”

Niraj Patel