...
   

70 વર્ષની ઉંમરે દંપતીએ જોડિયા બાળકને જન્મ આપ્યો, હજારો દંપત્તિઓને નવી આશા બંધાઈ આ જોઈને

ખુશખબરી: દાદા દાદી બનવાની 70 વર્ષની ઉંમરે દંપતીએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો, જુઓ તસવીરો

લગ્ન બાદ દરેક દંપતીનું સપનું હોય છે કે તે માતા પિતા બને. ઘણા લોકો લગ્નના તરત બાદ બેબી પ્લાનિંગ કરી લેતા હોય છે તો ઘણા લોકો થોડો સમય રાહ પણ જોવા માંગતા હોય છે. ઘણીવાર કેટલાક દંપતીઓનું આ સપનું પૂર્ણ નથી થતું તો ઘણીવાર કેટલાક દંપતીઓનું વર્ષો બાદ પણ આ સપનું પૂર્ણ થાય છે. ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે જે સતત ચર્ચામાં ચાલી રહ્યો છે, એક 70 વર્ષનો વ્યક્તિ હાલ જોડિયા બાળકોનો પિતા બન્યો છે.

આ મામલો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળના હાવડામાંથી. જ્યાં રહેતા 70 વર્ષીય તપન દત્તા અને તેમની 54 વર્ષીય પત્ની રૂપા દત્તા હાલ જોડિયા બાળકોના માતા પિતા બન્યા છે. આ વૃદ્ધ દંપતી વર્ષ 2019માં પોતાના એકમાત્ર દીકરાને એક ટ્રેન અકસ્માતમાં ખોઈ બેઠા હતા અને ત્યારથી તે એકલતા અનુભવતા હતા. પરંતુ તેમને આ એકલતાને દૂર કરવા માટે ફરીવાર માતા પિતા બનવાનો નિર્ણય કર્યો. પરંતુ તેના માટે ઉંમર તેમનો સાથ નહોતી આપી રહી.

છતાં પણ દંપતીએ હાર ના માની. તપન અને રૂપાએ કેટલાક ડોકટરોનો પણ સંપર્ક કર્યો અને આખરે ડોકટરોની સલાહ અને નિરીક્ષણના કારણે તે બંને જોડિયા બાળકોના માતા પિતા બન્યા. બાળકોમાં એક દીકરો અને એક દીકરી છે. પરિવારજનોએ તેમનું ઘરમાં ફૂલો વરસાવી અને શંખ વગાડીને સ્વાગત કર્યું. તપને કહ્યું કે દીકરાના નિધનથી જીવનમાં એકલતા આવી ગઈ હતી અને તેથી અમે માતા પિતા બનવાનું નક્કી કર્યું.

તપને આગળ જણાવ્યું કે, “ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઉંમરમાં મારી પત્ની માટે ગર્ભ ધારણ કરવું જોખમકારક છે. પછી અમે હાવડા જિલ્લાના બાલી વિસ્તારમાં એક ડોક્ટરને મળ્યા. તેમની સલાહ અને મેડિકલ નિરીક્ષણમાં આમે ફરીવાર માતા પિતા બની ગયા.” તેમને એમ પણ જણાવ્યું કે પ્રેગ્નેંસી દરમિયાન મારી પત્નીને કેટલીક શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ દૃઢ નિશ્ચય અને માનસિક બળના કારણે બધી જ તકલીફો દૂર થઇ ગઈ.

Niraj Patel