કાળમુખો કોરોના ભરખી ગયો આખા પરિવારને, સાસુ, જેઠ અને પતિના નિધન બાદ વહુએ પણ લગાવી લીધી ફાંસી, થોડી જ દિવસમાં બીજી વહુનું પણ નિધન

કોરોનાના ઘણા પરિવારોને આપણે વેર-વિખેર થતા જોયા છે, ઘણા પરિવારોએ પોતાના સ્નેહી સ્વજન ગુમાવ્યા છે તો ઘણા પરિવારો જ આ કાળમુખા કોરોનાની બલી ચઢી ગયા છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના દેવાસમાંથી સામે આવ્યો છે. જ્યાં એક આખો પરિવાર તૂટી ચુક્યો છે.

સૌથી પહેલા પરિવારના મુખિયા બાલકિસન ગર્ગની 75 વર્ષીય પત્ની ચંદ્રકલાનું 14 એપ્રિલના રોજ કોરોનાના કારણે નિધન થઇ ગયું. તેના બે દિવસ બાદ જ 51 વર્ષીય દીકરા સંજય અને પછી 48 વર્ષીય નાના દીકરા સ્વપ્નેશનું નિધન ગયું.

પોતાના પતિ, જેઠ અને સાસુની મોત બાદ નાની વહુ રેખા ગર્ગને એવો આઘાત લાગ્યો કે તેને 21 એપ્રિલના રોજ પોતાના રૂમની અંદર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. હજુ બાળકો અને વૃદ્ધ બાલકિસન આ દુઃખમાંથી બહાર નહોતા આવી રહ્યા ત્યાં 45 વર્ષીય મોટી વહુ રીતુનું ઇંદોરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઇ ગયું.

પરિવારના પાંચ સદસ્યોના મોત બાદ હવે બાલકિસન ગર્ગના ઘરમાં તેમના ઉપરાંત ચાર નાના બાળકો રહી ગયા છે. જ્યાં તે પોતાના મમ્મી, પપ્પા, કાકા-કાકી અને દાદીને યાદ કરીને રડી રહ્યા છે. જેમની ચીસો સાંભળી અને પાડોશીઓ પણ દુઃખી થઇ જાય છે. પરંતુ આ મહામારીના કારણે કોઈ ઇચ્છીને પણ તેમના ખભે હાથ નથી મૂકી શકતું.

તમને જણાવી દઈએ કે બાલકિસન ગર્ગને દેવાસમાં કરિયાણાનો જથ્થાબંધ વેપાર છે. સાથે જ તે દેવાસના અગ્રવાલ સમાજના અધ્યક્ષ છે. મોટાભાગે લોકો તેમના સુખ દુઃખમાં સાથે ઉભા હોય છે. પરંતુ આ મહામારીના કારણે આજે તેમની સાથે પણ કોઈ નથી ઉભું રહ્યું.

Niraj Patel