હિમાચલમાં ફરી તૂટી પડ્યો દુ:ખોનો ‘પહાડ’ : બસ માં સવાર હતા 40થી વધુ લોકો દબાયા હોવાની આશંકા, વીડિયો પણ આવ્યો સામે

કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક બચાવ ટીમોને બચાવ કાર્ય માટે બોલાવવામાં આવી હતી. સાદિકે કહ્યું કે પથ્થરો હજુ પણ પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનની આ ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર બની હતી, જ્યાં એક બસ અને રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો પથ્થરોથી અથડાયા હતા. ત્યાં હજાર લોકોએ જણાવ્યું કે પર્વતનો મોટો ભાગ બસ પર પડ્યો, જેના કારણે બસ કાટમાળ નીચે દટાઈ ગઈ.

ભૂસ્ખલનની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમે સ્થળ પર બચાવ કામગીરી શરૂ કરી છે. ડેપ્યુટી કમિશનર આબિદ હુસૈન સાદિકે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ બસો સહિત અનેક વાહનો ભૂસ્ખલનનાં કાટમાળ નીચે દટાયા છે. બસમાં 40 થી વધુ મુસાફરો હતા. બસ કિન્નોરના રેકોંગ પ્યોથી શિમલા જઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક બચાવ ટીમોને બચાવ કાર્ય માટે બોલાવવામાં આવી હતી. સાદિકે કહ્યું કે પથ્થરો હજુ પણ પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. તેમણે કહ્યું કે વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.

NDRF ની સાથે સ્થાનિક બચાવ ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સાદિક હુસેને એમ પણ કહ્યું કે અત્યાર સુધી ખડકોમાંથી મોટા પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.

Parag Patidar