અફઘાનિસ્તાનમાં સેંકડો લોકોથી ભરેલા અમેરિકી વિમાનની અંદરની તસ્વીર આવી સામે ? જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

અફઘાનિસ્તાનમાં હાલ અફરા તફરીનો માહોલ સર્જાયેલો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવી જવાના કારણે લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, જેમાં અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા છે, જે જોઈને આપણું પણ હૈયું કંપી ઉઠે. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે પ્લેન ઉપર બસની જેમ ટીંગળાઇને પણ દેશ છોડવા માંગે છે, ત્યારે હવે વધુ એક હૃદય હચમચાવી દેનારી તસ્વીર સામે આવી છે. જોકે આ તસ્વીરની પુષ્ટિ અમે નથી કરતા.

હાલમાં જે તસ્વીર સામે આવી છે તે સોસીયલ મીડિયા માં ખુબ વાયરલ થઇ છે જેમાં સેંકડો અફઘાન નાગરિકો એક અમેરિકી સૈન્ય કાર્ગો બીમાંમાં બેઠેલા જોઈ શકાય છે. વિમાનની અંદર લોકો ખચાખચ ભરેલા જોઈ શકાય છે. જે કાબુલથી ભાગીને કોઈ સુરક્ષિત જગ્યા ઉપર પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. જેને જોઈને કોઈનું પણ હૃદય હમચચી જાય.આ તસ્વીર હાલ ની છે કે જૂની એ હજુ સુધી ખ્યાલ નથી આવ્યો પરંતુ આ તસ્વીર વાયુવેગે વાયરલ થઇ છે.

અમેરિકા રક્ષા અને સુરક્ષા સાઈટ “ડિફેન્સ વન” દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી તસવીરો દ્વારા જણાવવામાં વ્યુ છે કે અમેરિકી સી-17 ગ્લોબલ માસ્ટર 3માં લગભગ 640 અફઘાન નાગરિક એકબીજા સાથે ચીપકીને બેઠા છે. આ પ્રકારના વિમાનમાં આ રીતની સૌથી વધારે સંખ્યા છે. હાલત એવી છે કે પ્લેનમાં પગ રાખવા માટેની પણ જગ્યા નથી.

અમેરિકી રક્ષા અધિકારીઓએ કથિત રીતે જણાવ્યું છે કે આ યાત્રીઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ બધા જ યાત્રીઓને રવિવારે કાબુલથી કતાર લાવવામાં આવ્યા. ડિફેન્સ વન દ્વારા જણાવવામાં આવ્યું કે ઉંડાણનો આટલો મોટો ભાર ઉઠાવવો ઈરાદો નહોતો. પરંતુ કેટલાક ઘભરાયેલા લોકો સી-17ના અડધા ખુલ્લા રેમ્પ દ્વારા અંદર ઘુસી ગયા હતા.

તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ દેશ છોડવાની તક મેળવવા માટે હજારો લોકો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનાની સેટેલાઈટ તસવીરો સામે આવી છે. સ્પેસ ફર્મ મેક્સર ટેક્નોલોજીસ દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં ગભરાટનું વાતાવરણ જોઈ શકાય છે. આખું એરપોર્ટ લોકોથી ઘેરાયેલું છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે દેશની બહાર જવા માંગે છે.

એરપોર્ટની અંદર પણ, સેંકડો લોકો વિમાનોની આસપાસ ભેગા થતા જોઈ શકાય છે. ટર્મિનલ વિસ્તારમાં ભયાવહ મુસાફરોનો ટોળો જોવા મળે છે, જે તાલિબાન શાસન છોડીને બીજા દેશમાં જવા માંગે છે.આ સેટેલાઇટ તસવીરો ડરામણી છે.સેટેલાઇટ તસવીરોમાં કાબુલ એરપોર્ટ પર કેટલાક વિમાનો પાર્ક છે. તેમાં સી -17 ગ્લોબમાસ્ટર જેટ સહિત લશ્કરી પરિવહન વિમાનોનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ પર ડઝનેક લશ્કરી હેલિકોપ્ટર પણ હાજર હતા. આ તસવીરો મેક્સરના ઉપગ્રહ દ્વારા સોમવારે સવારે 10:36 કલાકે લેવામાં આવી હતી.

Niraj Patel