અફઘાનિસ્તાનમાં 150 ભારતીય લોકોને ઉઠાવી લીધા? હચમચાવી દે એવા ખરાબ સમાચાર આવ્યા- જાણો

અફઘાનિસ્તાનમાં હાલ લોકોની હાલત ખુબ જ ખરાબ થઇ રહી છે, ઘણા લોકો અફઘાનિસ્તાન છોડી અને દેશની બહાર જવા માટે કાબુલ એરપોર્ટ ઉપર ભેગા થયા છે. ત્યારે હાલ અફઘાનના ઘણા મીડિયા હાઉસ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કે કાબુલથી નીકળવાની રાહ જોઈ રહેલા કેટલાય તાલિબાનીઓએ અપહરણ કરી લીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે અપહરણ કરવામાં આવેલા લોકોમાં ભારતીયો પણ સામેલ છે. જો કે હજુ સુધી આ વાતની કોઈ અધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી. હજુ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. ભારત સરકાર દ્વારા પણ હજુ સુધી આ વાતને લઈને કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે કાબુલના હામિદ કરજઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજકથી આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.

તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લા વસીક દ્વારા અપહરણ કરવામાં આવેલા રિપોર્ટનું ખંડન કર્યું છે. તેમને અફઘાન મીડિયાના એક સદસ્ય સાથે આ બાબતે વાતચીત પણ કરી. એએનઆઈ દ્વારા અફઘાન મીડિયાના હવાલાથી જણાવવામાં આવ્યું કે બધા જ ભારિતયો સુરક્ષિત છે અને બહાર કાઢવા માટે તેમના ડોક્યુમેન્ટની તપાસ ચાલી રહી છે.

આ રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે જયારે ભારતીય વાયુસેનાનું C-130J વિમાન 85 ભારતીયોને લઈને ઉડાન ભરી ચૂક્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિફ્યુલિંગ માટે વિમાને તાજિકિસ્તાનમાં લેન્ડિંગ કર્યું છે. કાબુલમાં અધિકારી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. વાયુસેનાનું વિમાન ભારતીયોને તાજિકિસ્તાનથી દુશામ્બેમાં છોડશે અને ત્યાંથી તે એર ઇન્ડિયાની ફલાઇટમાં ભારત આવશે.

Niraj Patel