અફઘાનિસ્તાનમાં તાલિબાન બેકાબૂ, હવામાં ઉડતા પ્લેનમાંથી લોકો નીચે પટકાયા- જુઓ વિડીયો

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવી લીધા બાદ એક પછી ખુબ જ ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવીને કાબુલ એરપોર્ટ ઉપર ભાગી રહ્યા છે, ત્યારે એરપોર્ટ ઉપર પણ તાલિબાનીઓ દ્વારા ગોળીબારનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

આ દરિયાન અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ઉપરથી ખુબ જ ભયાનક દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. પત્રકારો દ્વારા વીડિયોમાં પણ પોસ્ટ કરવામાં આવે છે જેમાં જોઈ શકાય છે કે રનવેને ખાલી કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. રનવે ખાલી કરાવવા માટે જમીનથી અડીને હેલિકોપ્ટર ઉડાડવામાં આવી રહ્યાં છે. જેથી લોકો અહીંથી દૂર ચાલ્યા જાય.

તો બીજા કેટલાક વીડિયોની અંદર એરપોર્ટ ઉપર ફાયરિંગ ચાલતું પણ જોવા મળી રહ્યું છે, તો બીજું એક ભયાનક દૃશ્ય પણ વીડિયોની અંદર સામે આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે  કેટલાંક લોકોએ પોતાની જાતને બચાવવા એક વિમાનની નીચેના ભાગ (પૈડાં પાસેનો ભાગ) એ બાંધી દીધાં હતાં. એ આશાએ કે તેઓ કાબુલથી બહાર ચાલ્યા જશે પરંતુ જ્યારે વિમાનએ ઉડાણ ભરી ત્યારે તેઓ આકાશમાંથી ધડામ કરતા નીચે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નવા રિપોર્ટમાં દાવો થયો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનો જુવાન યુવતીઓને ગુલામ બનાવવવા માટે ઘેર ઘેરથી ઉઠાવી રહી છે. રિપોર્ટ પ્રમાણે તાલિબાને લોકલ નેતાઓ પાસેથી 12 વર્ષની છોકરીઓની યાદી માંગી હતી. હવે તાલિબાની નેતા અપહરણ અને મહિલાઓની જબરજસ્તીથી લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે એ દેશમાં સ્ત્રીઓ માટે હિજાબ પહેરવાનું જરુરી બનાવાયું છે. આ પગલું કડક કાયદામાં પરત ફરવાનું સૂચન કરે છે. ત્યાં સ્ત્રીઓ હવે પુરુષ સાથી વગર ઘર છોડી શકતી નથી અને તેને હિજાબ પહેરવો પડશે. ઘણી શાળાઓ અને વ્યવસાયો બંધ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


અફઘાનિસ્તાનમાં ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને જવા માંગે છે અને તેના કારણે  જ કાબુલ એરપોર્ટ ઉપર કોઈ બસસ્ટેન્ડ કે કોઈ રેલવે સ્ટેશન ઉપર ભીડ જામે તેવા દૃશ્યો સર્જાયા હતા. લોકોને જ્યાં અને જેવી રીતે જગ્યા મળે તે રીતે પ્લેનમાં જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. હે ઈશ્વર હવે જલ્દી જ આનો અંત લાવી દે, ક્યાં સુધી ભોળા લોકો પોતાની જીવ ગુમાવશે !!

રડવું આવે તેવી સ્થિતિ: તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા રાજનયિકોએ ડરવાની કોઈ જરૂર નથી પરંતુ તેમ છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર છે કે તેની અસર કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ જોવા મળી. કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ હાલમાં ફ્લાઈટમાં ચઢવા બેચેન જોવા મળ્યા આ બાજુ નાટો દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ઉડાણો સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે ફક્ત મિલેટ્રી માટે થશે.

આ બધા વચ્ચે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. આ લોકો દેશ પરત ફરવા માગે છે પરંતુ આવી ભયંકર વ્યવસ્થાને કારણે રોષે ભરાયા છે. આ લોકોનો એક વીડિયો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે,‘અહીં કોઈ સાંભળનાર નથી.

અમારો ફોન નથી ઉઠાવતા અને ફ્લાઈટ્સ અંગે પણ કંઈ જ ખબર નથી. બહાર બધે ગોળીબાર થઈ રહ્યો છે.’ આ તમામ લોકો એરપોર્ટ પર ફ્લાઈટ્સની રાહ જોઈ રહ્યાં છે. આપણા દેશના લોકોએ કેમેરા સમક્ષ પોતાના પાસપોર્ટ અને વીઝા કેમેરા સમક્ષ દેખાડ્યા હતા. જેમાં ઘણી સ્ત્રીઓ પણ સામેલ છે. આ ઉપરાંત ત્યાંના લોકોને ચોરી અને લૂંટફાંટનો ડર છે. એરપોર્ટ બહાર આશરે 4 લાખ લોકો ઉભા છે. સરકાર અમારી મદદ કરે.’

એક એહવાલ અનુસાર, ભારતીય નાગરિકોને નીકાળવા સી-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલ મોકલવામા આવ્યું છે. આ પહેલા રવિવારે 129 ભારતીયોને દિલ્હી પરત લવાયા હતા. આ સાથે અમુક અફઘાન સાંસદ અને અધિકારીઓ પણ હતા.

Niraj Patel