‘આદિપુરુષ’ના આ ડાયલોગ્સ સાંભળી લોકો પીટી રહ્યા છે માથુ, સાંભળી તમને પણ આવી જશે ગુસ્સો, ફિલ્મની વાટ લગાવી દીધી

‘જલી ના? અબ ઔર જલેગી, કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આવા ડાયલોગ્સ સાંભળીને તમારું માથું ફાટી જશે, વાંચો કેવા કેવા વિચિત્ર ડાયલોગ્સ નાખ્યા છે ફિલ્મમાં…

જ્યારે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ. દરેક જગ્યાએ માત્ર આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે તે રિલીઝ થઈ છે, ત્યારે દર્શકો નિરાશ થઈ ગયા છે. નિર્માતાઓ અનુસાર, આ ફિલ્મ રામાયણના મહાકાવ્યના આધારે બનાવવામાં આવી છે.

ફિલ્મની વાર્તા રાઘવ અને જાનકીના પ્રેમની છે, જ્યારે રાવણની ભ્રામક શક્તિઓ અને ઘમંડ પણ છે. ફિલ્મના VFXમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં મોટા કલાકારોને લેવામાં આવ્યા છે. પરંતુ એક વસ્તુ જે કોઈપણ દર્શકોના ગળામાંથી નીચે ઉતરી શકી નથી તે છે તેના ડાયલોગ્સ. ‘આદિપુરુષ’ની કથા ત્રેતાયુગની છે. જેને ફિલ્મના નિર્માતાઓએ તેમના ઉટ પટાંગ ડાયલોગ્સથી કલયુગ બનાવી દીધી છે.

આ તેની સૌથી મોટી ભૂલ છે. ફિલ્મના પાત્રોને સાંભળ્યા પછી તમને એવું નહીં લાગે કે તમે રામાયણની વાર્તા જોઈ રહ્યા છો. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા. રાવણ જ્ઞાની હતો. તેના અને તેની સાથેના પાત્રોના મોઢેથી વિચિત્ર વાતો સાંભળીને અજીબ લાગવા માંડે છે. એ જમાનામાં ‘જો હમારી બહેન કો હાથ લગાએગા, હમ ઉસકી લંકા લગા દેંગે’ એવી વાત કોઈ નહોતું કરતું.

કદાચ ફિલ્મની પટકથા અને સંવાદો લખનાર મનોજ મુન્તાશીર આ વાત ભૂલી ગયા હતા. અથવા તેમણે સંશોધન કર્યું નથી. કારણ કે રામાયણને ‘ફંકી’, ‘મોર્ડન’ અને ‘રિલેટેબલ’ બનાવવાની પ્રક્રિયામાં મેકર્સે મોટી ભૂલ કરી છે.

આ ફિલ્મના કેટલાક ખતરનાક ડાયલોગ્સ

ફિલ્મના એક દ્રશ્યમાં ઈન્દ્રજીત બજરંગની પૂંછડીમાં આગ લગાવીને કહે છે- ‘જલી ના? અબ ઔર જલેગી. બેચારા જિસકી જલતી હે વહી જાનતા બહૈ. જવાબમાં બજરંગ બલી કહે છે, કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી.

રાવણનો એક રાક્ષસ સૈનિક અશોક વાટિકામાં બજરંગને જાનકી સાથે વાત કરતો જુએ છે. તે બજરંગને કહે, ‘એ! તેરી બુઆ કા બગીચા હૈ ક્યા જો હવા ખાને ચલા આયા, મરેગા બેટા તુ આજ અપની જાન સે હાથ ધોએગા.

એક દ્રશ્યમાં રાવણને લલકારતા અંગદ કહે છે, ‘રઘુપતિ રાઘવ રાજા રામ બોલ ઔર અપની જાન બચાલે. વરના આજ ખડા હે, કલ લેટા હુઆ મિલેગા.

શેષ (લક્ષ્મણ) પર હુમલો કર્યા પછી, ઇન્દ્રજિત કહે છે, મેરે એક સપોલેને તુમ્હારે ઇસ શેષનાગ કો લંબા કર દીયા, અભી તો પૂરા પીટારા ભરા પડા હૈ.

વિભીષણ એક દ્રશ્યમાં રાવણને કહે છે- ભૈયા આપ અપને કાલ કે લિયે કાલીન બિછા રહે હે.

અન્ય એક દ્રશ્યમાં રાવણ, રાઘવને કહે છે, અયોધ્યા મેં તો વો રહતા નહિ, રહતા વો જંગલ મેં હે, ઔર જંગલ કા રાજા તો શેર હોતા હેતો વો રાજા કહા કા રે.

આ ડાયલોગ્સ કયા યુગના છે?

ભાઈ, આ કેવા ડાયલોગ્સ છે? કારણ કે આ રામાયણ મુજબના સંવાદો નથી. બજરંગ, રાવણ અને ઈન્દ્રજીત જેવા પાત્રોને આવા સંવાદો બોલતા સાંભળવું અજીબ લાગે છે. ‘આદિપુરુષ’ જેવી ફિલ્મમાં આ ડાયલોગ્સનો શો અર્થ છે? આ સંવાદો દ્વારા કયા યુગની વાર્તા અને લાગણીઓને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Shah Jina