વડોદરામાં બાગેશ્વર જેવા ચિઠ્ઠીવાળા બાબા મંચ પરથી ભાગ્યા! આ ભાઈએ ચિઠ્ઠીવાળા બાબાનો ખેલ ખતમ કર્યો, જુઓ
છેલ્લા કેટલાક સમયથી બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઘણા ચર્ચામાં છે, તેઓ તેમના દિવ્ય દરબાર માટે જાણિતા છે. જો કે, હાલમાં સિદ્ધેશ્વરધામ સરકાર (સતના)ના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી એકાએક ચર્ચામાં આવી ગયા છે.
17-18 ફેબ્રુઆરીના રોજ વડોદરાના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્ણાહુતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં પહોંચ્યો અને તેમની સમક્ષ બેસી પોતાનું અને પિતાનું નામ જણાવવા ચેલેન્જ કરી. પરંતુ શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું અને તેના પિતાનું નામ જણાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
દરબારમાંથી અન્યની પર્ચી બતાવવા માટે જણાવ્યું હતું. આ દિવ્ય દરબારને ધારી સફળતા તો ના મળી પણ આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને વડોદરામાં સુથારી કામનો વ્યવસાય કરતા એક યુવાને ખુલ્લા પાડી દીધા. આ યુવાન તેનું અને તેના પિતાનું નામ શાસ્ત્રીને પૂછી રહ્યો હતો અને આને લઇને યુવાન તેમજ શાસ્ત્રી વચ્ચે લગભગ પાંચેક મિનિટ સુધી ઉગ્ર ચર્ચા પણ ચાલી હતી. આ યુવાને આદર્શ કૃષ્ણ શાસ્ત્રીની પોલ ખોલી નાખી.
તેણે જણાવ્યું કે, હું અંકોડિયા તરફથી ઘરે જઈ રહ્યો હતો અને રસ્તામાં દિવ્ય દરબારનું બોર્ડ વાંચ્યુ. હું તેમાં ગયો પણ મેં નામ બતાવવાનું જણાવતા શાસ્ત્રી બતાવી શક્યા નહિ એટલે દરબારમાંથી નીકળી ગયો. જે પછી પુનઃ શાસ્ત્રીએ મને પંડાલમાં બોલાવ્યો અને દરબાર ભર્યો હતો. દરબારમાં હાજર લોકો પૈકી કોઈની પણ પર્ચી કાઢવાની વાત કરી હતી અને મને યુ ટ્યૂબમાં તેમના વીડિયો જોવાની સલાહ આપી. મને ચેલેન્જ કરનારને નાક રગડીને મોકલું છું. ત્યારે મેં કહ્યું કે, મારે કોઈ વીડિયો જોવા નથી.
હું તમારી સામે બેઠો છું. મારું અને મારા પિતાનું નામ બતાવો તો હું તમને સાચા માનું અને હું મારું નાક રગડીને જઈશ. જો કે, તેઓ નામ જણાવી શક્યા નહિ. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરામાં કોર્પોરેશનના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલના સહયોગથી જિયા ફાઉન્ડેશનના નિલેશ કુમાર સોલંકી રવિકુમાર સોલંકી દ્વારા દરબારનું આયોજન કરાયું હતું અને આ દરબારને સફળ બનાવવા આયોજકો દ્વારા લાખોનો ખર્ચો પણ કરાયો હતો, તેમજ શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ પણ મરાયા હતા.
View this post on Instagram