સાઉથ એક્ટ્રેસ અને બિગબોસની એક્સ કંટેસ્ટંટ સાથે અજાણ્યા વ્યક્તિએ કરી મારપીટ, ચહેરા પર જોવા મળ્યા નિશાન, આ

મોડી રાત્રે આ એક્ટ્રેસ ગઇ હતી ગાડી પાર્ક કરવા, ત્યારે જ એક વ્યક્તિએ આવી કર્યો એવો હુલો કે ઓળખાઇ નથી રહ્યો ચહેરો

તમિલ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અભિનેત્રી અને ભૂતપૂર્વ બિગ બોસ તમિલ કંટેસ્ટંટ વનિતા વિજયકુમાર પર કોઈએ હુમલો કર્યો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ચહેરાને નિશાન બનાવ્યો, જેના કારણે તેનો આખો ચહેરો સૂજી ગયો છે. એક્ટ્રેસે પોતાનો ફોટો શેર કરી લખ્યુ- તે તેની બહેનના બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં હતી. તેણે આશંકા વ્યક્ત કરી હતી કે હુમલાખોર બિગ બોસ તમિલ સાથે સંકળાયેલો હોઈ શકે છે.

બાદમાં તમિલનાડુ પોલીસે તેનો સંપર્ક કર્યો અને મદદ કરી. સોશિયલ મીડિયા યુઝર્સ તેની તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં બિગબોસ તમિલ સિઝન 7 ચાલી રહી છે અને વનિતાની દીકરી જોવિકા પણ આ સિઝનનો ભાગ છે. વનિતા શોનો રિવ્યુ ઇન્ડિયા ગ્લિટ્ઝ ચેનલ પર કરે છે. તેણે પોસ્ટમાં લખ્યુ- ભગવાન જાણે આટલો ભયાનક હુમલો કોણે કર્યો. તથાકથિત પ્રદીપ એંટની સપોર્ટર.

મેં બિગબોસ તમિલ 7 રિવ્યુ ખત્મ કર્યો, ડિનર કર્યુ અને કાર તરફ ચાલી, જે મારી બહેન સૌમ્યાના પાર્કિગ એરિયામાં પાર્ક હતી. ત્યાં અંધારું હતું અને એક માણસ ક્યાંકથી આવ્યો અને કહ્યું રેડ કાર્ડ કુડકરીનગાલા.’ તે આગળ લખે છે કે ‘તેણે મને મોઢા પર જોરથી માર્યુ અને ભાગી ગયો. હું ખૂબ દર્દમાં હતી, મારા ચહેરા પરથી લોહી નીકળી રહ્યુ હતું અને હું ચીસો પાડી રહી હતી. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ કોઈ નહોતું. મેં મારી બહેનને નીચે બોલાવી.

તેણે મને પોલીસને ઘટનાની જાણ કરવા વિનંતી કરી પરંતુ મેં તેને કહ્યું કે મને વિશ્વાસ નથી. મેં પ્રાથમિક સારવાર કરાવી. હુમલાખોરની ઓળખ થઈ શકી નથી. તે પાગલોની જેમ મારા કાનોમાં ગુંજ્યુ. બધી વસ્તુથી બ્રેક લઇ રહી છું કારણ કે હું સ્ક્રીન પર દેખાવાની સ્થિતિમાં નથી. વધુમાં તેણે મીડિયાને તેનો સંપર્ક ન કરવા જણાવ્યું હતું. અત્યારે તે પીડામાં છે અને આરામ કરી રહી છે. વનિતાએ તમિલનાડુ પોલીસનો પણ આભાર માન્યો જેમણે તાત્કાલિક સંભાળ પૂરી પાડવામાં મદદ કરી.

Shah Jina