મનોરંજન

જે ક્રુઝમાં શાહરુખ ખાનનો લાડલો ડગ લેવાના આરોપમાં ઝડપાયો હતો, તે ક્રુઝ ઉપર પહોંચી આ અભિનેત્રી, શેર કર્યા વીડિયો અને તસવીરો

જે ક્રુઝમાં હમણાં જ મોટા મોટા કાંડ થઇ ગયા ત્યાં આ બોલ્ડ અભિનેત્રી ફરવું ઉપડી, જુઓ અંદરની તસવીરો

ફિલ્મ “ઇશ્ક વિશ્ક” દ્વારા રાતો રાત સ્ટાર બની ચુકેલી અભિનેત્રી શહનાઝ ટ્રેઝરી ભલે આજે ફિલ્મોથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે આજે પણ તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની અપડેટ્સ પણ આપ્યા કરે છે. શહનાઝ દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે કોર્ડેલીયા ક્રુઝ શિપ ઉપર નજર આવી રહી છે.

આ એજ ક્રુઝ છે જેના ઉપર હાલમાં જ એનસીબી દ્વારા છાપામારી કરવામાં આવી હતી અને શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડગ મામલામાં ધરપકડ પણ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કોર્ડેલીયા ક્રુઝ ઉપર એક કથિત રેવ પાર્ટીનો ભાંડો ફોડ્યા બાદથી જ આ જહાજ ચર્ચામાં છે.

હવે શહનાઝ ટ્રેઝરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કોર્ડેલીયા ક્રુઝની સફર માણતો વીડિયો બનાવ્યો છે. વીડિયોની અંદર તે આ શીપમાં જોવા મળી રહી છે, સાથે જ તેના ચાહકોને તે શિપની સફરનો આનંદ પણ કરાવી રહી છે.

શહનાઝ વીડિયોની અંદર જણાવી રહી છે કે આ શિપને તમે ન્યુઝમાં જોયું હશે. આ શિપ બહુ જ મોટું અને ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે. અભિનેત્રી તેની અંદર ફે છે અને લોકો સાથે વાત કરતા નજર આવી રહી છે. તેનો આ વીડિયો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ચાહકો પણ તેમના રિએક્શન આપી રહ્યા છે.

શહનાઝ ટ્રેઝરી એક ટ્રાવેલ બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટરના રૂપમાં પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. ત્યારે ક્રુઝ ઉપરના તેના આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. શહેનાઝ તેના આખા પરિવાર સાથે ક્રુઝની સફર માણવા માટે પહોંચી છે.

આ વીડિયો શેર કરવાની સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે, “જહાજ ? ટ્રેન? પ્લેન? બાઈક? કે પછી કઈ બીજું ? તું શું છે ? હું એક હોડી છું. એક જહાજ ઉપર મારી કલ્પના થઇ હતી. મારી પિતા એક કપ્તાન હતા. હું ઘણા જહાજો ઉપર રહી છું પરંતુ ક્યારેય એક પેસેન્જર ક્રુઝ ઉપર નથી ગઈ.” વીડિયોની અંદર શહેનાઝ લોબી અને ડેક ઉપર પોઝ આપતી જોવા મળે છે.