ભાઇજાનની અભિનેત્રી રંભા હોસ્પિટલમાં પહોંચી, એવું ભયાનક એક્સિડેન્ટ થયું કે ટેસ્લા ગાડીની આવી ખરાબ હાલત થઇ ગઈ

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડમાં સલમાન ખાન અને ગોવિંદા જેવા મોટા મોટા સેલિબ્રિટી સાથે કામ કરી ચુકેલી હિરોઈન રંભા કેનેડામાં વિદેશમાં અકસ્માતનો ભોગ બની છે. જ્યારે કિડ્સ અને તેમની નાની સાથે લક્ઝુરિયસ ટેસ્લા કારમાં ટ્રાવેલ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

રંભાની નાની દીકરી પણ હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર, કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માતની માહિતી આપતા ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે. બૉલીવુડ એક જમાનાની સૌથી ખુબસુરત અને ફેમસ અભિનેત્રીએ રંભાએ પોતાની સાથે થયેલા દુ:ખદ ઘટનાની ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા પર આપી આપતા લખ્યું કે, ‘મારા કિડ્સને સ્કૂલમાંથી પીક અપ કર્યા પછી,

અમારી કારને ચોકડી પર બીજી કારે ટક્કર મારી. હું અને મારી નાની અમે બાળકો સાથે કારમાં હતા. અમે બધા સુરક્ષિત છીએ, નાની-મોટી ઈજાઓ થઈ છે. મારી નાની શાશા હજી હોસ્પિટલમાં એડમિટ છે. કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. તે ઘણું મહત્વનું છે. રંભાએ તેની પુત્રીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ સાથે શેર કર્યો છે.

જેમાં ડોકટરો તેની સારવાર કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. તે જ સમયે, તેણે તેની કારની બે તસવીરો પણ શેર કરી છે જે અકસ્માત પછી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. રંભા 90ના દાયકામાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. એક સમયે તેણે દિવ્યા ભારતીને ટક્કર પણ આપી હતી.

વર્ષ 2000 સુધી તેણીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેમનો જન્મ 5 જૂન 1976ના રોજ આંધ્ર પ્રદેશમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. જ્યારે તે 7મા ધોરણમાં હતી, ત્યારે તેણે શાળાની વાર્ષિક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અમ્માવરુ સંબંધિત એક એક્ટ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દિગ્દર્શક હરિહરન પણ હાજર રહ્યા હતા, જેઓ રંભાના સંપર્કમાં રહ્યા હતા અને બાદમાં તેમને મલયાલમ ફિલ્મ ‘સરગમ’ (1992) સાથે અભિનયની દુનિયામાં પ્રવેશવાની તક આપી હતી. તેણીનું પ્રથમ ઓનસ્ક્રીન નામ અમૃતા હતું, જે પાછળથી બદલીને રંભા કરવામાં આવ્યું હતું. આ નામ તેની તેલુગુ ડેબ્યુ મૂવીના પાત્રનું હતું.

YC