કેટલીક અભિનેત્રીએ 10 તો કેટલીકે 18 દિવસ, ડિલિવરી પછી આ અભિનેત્રીઓએ વજન ઘટાડીને બધાને કર્યા આશ્ચર્યચકિત

કેટલીકે ૧૦ તો કેટલીકે 18 દિવસ, ડિલિવરી પછી, આ અભિનેત્રીઓએ કંઈક આ રીતે વજન ઘટાડીને બધાને કર્યા આશ્ચર્યચકિત.

ગર્ભાવસ્થા અને ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં ઘણો બદલાવ આવે છે. વજનમાં વધારો થાય છે, સ્ટ્રેચ માર્ક બની જાય છે.

જ્યાં કેટલીલ અભિનેત્રી ડિલિવરી પછી વજન વધવાની સમસ્યાઓમાંથી પસાર થતી હોય છે તો ત્યાં ઘણી એવી પણ અભિનેત્રીઓ છે કે જે ડિલિવરીના થોડા અઠવાડિયા પછી જ પહેલાની જેમ બોડી લૂકમાં આવી ગઈ હતી અને બધાને આશ્ચર્યચકિત કરી દીધી હતી.

1. દીપિકા સિંહ : ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’માં સંધ્યાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી દીપિકા સિંહે 2014 માં આ શોના ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. 2017 માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ દીપિકાએ અભિનયમાંથી બ્રેક લીધો અને ત્યારબાદ ડિલિવરીના થોડા અઠવાડિયા પછી દીપિકાએ તેની સ્લિમ બોડીથીથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દીપિકા સિંહએ ડિલિવરી પછી 22.5 કિલો વજન ઘટાડ્યું હતું. દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનું વજન 72 કિલો હતું, જે તે ઘટીને 49.5 કિલો કરી દીધું હતું. તેને કહ્યું કે દરરોજ ઓછામાં ઓછા દોઢ કલાક યોગ, સ્વસ્થ આહાર અને વર્કઆઉટ્સના માધ્ય્મથી વજન ઉતાર્યું હતું.

2. સ્મૃતિ ખન્ના : ટીવી શો ‘મેરી આશિકી તુમસે હી’ માં જોવા મળેલી સ્મૃતિએ 15 એપ્રિલ 2020 ના રોજ લોકડાઉનમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મના માત્ર 10 દિવસ પછી સ્મૃતિ એકદમ સ્લિમ થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે ડિલિવરીના 10 દિવસ પછી ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી, જેને જોઈને બધા જ ચોંકી ગયા હતા.

3. પૂજા બેનર્જી : ‘જગ જનની માં વૈષ્ણો દેવી’માં જોવા મળતી અભિનેત્રી પૂજા બેનર્જીએ લોકડાઉનમાં લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી હતી તેવી જ રીતે ડિલિવરી પછી વજન ઓછું કરીને આશ્ચર્યચકિત કર્યા હતા. પૂજા બેનર્જીએ એપ્રિલ 2020 માં લગ્ન કર્યા અને તે જ વર્ષે ઓક્ટોબરમાં એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મના માત્ર 6 અઠવાડિયા પછી, પૂજા સ્લિમ લૂકમાં જોવા મળી હતી.

4. નતાશા સ્ટેનકોવિક : ‘નચ બલિયે’ અને ‘બિગબોસ’ જેવા રિયાલિટી શોમાં ભાગ લેનારી નતાશા સ્ટેનકોવિકે ઓગષ્ટ 2020 માં તેના પુત્રને જન્મ આપ્યો હતો અને તેના જન્મના 18 દિવસ પછી તે ખૂબ જ ફિટ અવતારમાં જોવા મળી હતી.

5. એકતા કૌલ : એકતા કૌલ પણ તે ટીવી અભિનેત્રીઓમાંની એક છે જે 2020 માં લોકડાઉન સમયે માતા બની હતી અને પછી થોડા અઠવાડિયામાં જબરદસ્ત વજન ઘટાડી દીધું હતું. એકતા કૌલે જૂન 2020 માં એક પુત્રને જન્મ આપ્યો હતો અને તેની ડિલિવરી પછી પતિ સુમિત વ્યાસે તેની ખાસ કાળજી લીધી હતી. એકતા તેના સ્લિમ લૂકમાં પાછી આવી ગઈ છે અને શૂટિંગમાં પણ કામ કરવાનું ચાલુ કરી દીધું છે.

6. સૌમ્યા ટંડન : ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં અનિતા ભાભી એટલે કે ‘ગોરી મેમ’ની ભૂમિકા ભજવનાર સૌમ્યા ટંડન, 2019 માં માતા બની હતી અને ડિલિવરી પછી તેણે વર્કઆઉટ્સ, હેલ્ધી ડાયેટ અને યોગ દ્વારા ખૂબ વજન ઘટાડ્યું હતું તે પછી શૂટ પર કામ ચાલુ કરી દીધું હતું.

Patel Meet