અભિનય છોડીને સન્યાસના માર્ગ પર ચાલી ગયેલી આ અભિનેત્રી કેદારનાથમાં ખરાબ રીતે ફસાઈ, હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો

કેદારનાથમાં ફસાઈ સન્યાસી બનેલી નાના પડદાની આ અભિનેત્રી, એવી હાલત થઇ કે ડરી જશો તમે જોઈને

Nupur Alankar Rescued : બૉલીવુડની જેમ ટીવીના સિતારાઓ પણ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ઘણા કલાકારો એવા પણ છે જે મનોરંજનની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. કોઈ લગ્નના બંધનમાં બંધાઈને પોતાનો પરિવાર સાચવી રહ્યું છે તો કોઈ આધ્યાત્મના માર્ગ પર ચાલી ગયું છે. પરંતુ આ દરમિયાન પણ આ સિતારાઓ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જરૂર રહેતા હોય છે.  ત્યારે એવી જ એક નાના પડદાની જાણીતી અભિનેત્રી નૂપુર અલંકરે અભિનયની દુનિયા છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો હતો.

અભિનેત્રીએ તેના ગુરુ શંભુ શરણ ઝાના માર્ગદર્શન હેઠળ ગ્લેમરની દુનિયાથી દૂર તપસ્વી જીવનમાં પ્રવેશ કર્યો છે. નુપુર અલંકારે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક ત્રણ-ચાર વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તે કેદારનાથમાં ફસાઈ ગઈ હતી અને હેલિકોપ્ટર દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. ભૂતપૂર્વ અભિનેત્રી નુપુરે એક પછી એક ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે કેદારનાથમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાની તીર્થયાત્રાની ઝલક બતાવી. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં ભૂસ્ખલનને કારણે કલાકો સુધી જામની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે ફસાયેલા મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં પણ નૂપુર સામેલ હતી.  નુપુર અલંકાર આરામથી કેદારનાથ બાબાની મુલાકાત લીધી હતી. પરંતુ આવતી વખતે તે ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાઈ ગઈ હતી. તેની સાથે અન્ય લોકો પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Nupur Alankar (@nupur.alankar)

ત્યારબાદ તેને અને અન્ય લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવી. નૂપુરે વીડિયો શેર કરીને જણાવ્યું કે અહીં તે એક ડિગ્રી તાપમાનમાં બચી ગઈ હતી. નૂપુર અલંકરે શોબિઝની દુનિયા છોડીને ધાર્મિક યાત્રા શરૂ કરી હતી. સંન્યાસી બન્યા પછી તેણે પોતાનો પરિવાર પણ છોડી દીધો. નૂપુર અલંકાર તેની ધાર્મિક યાત્રાની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરતી રહે છે. નુપુર લગભગ 27 વર્ષ સુધી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહી, અને પછી તેણે બધું જ છોડી દીધું. ઘર છોડવાની સાથે નુપુર  મુંબઈ છોડીને હિમાલયમાં ચાલી ગઈ હતી. ત્યારથી તે પોતાની ધાર્મિક યાત્રા પર છે.

 

View this post on Instagram

 

A post shared by Nupur Alankar (@nupur.alankar)

Niraj Patel