ડોલી ચાયવાલાની ટપરી પર ચાની ચુસ્કી લઇ ચૂકી છે આ બોલિવુડ એક્ટ્રેસ, વીડિયોમાં કેદ થયુ એક્ટ્રેસનું રિએક્શન

બિલ ગેટ્સથી મળી બદલાઇ ડોલી ચાયવાલેની કિસ્મત…લેમ્બોર્ગિની બાદ હવે આ બોલિવુડ એક્ટ્રેસ સાથે મળ્યો જોવા- જુઓ વીડિયો

પોતાની અનોખી ચા બનાવવાની રીતને કારણે પ્રખ્યાત ડોલી ચાયવાલાનું નસીબ હવે બદલાઈ ગયું છે. બિલ ગેટ્સને મળ્યા બાદ તે લેમ્બોર્ગિની કાર સાથે જોવા મળ્યો હતો. તો કેટલાક વિડિયોમાં તે નોટોની ગદ્દી પણ લહેરાવી રહ્યો હતો. ત્યારે હાલમાં જ હવે તે બોલિવૂડ એક્ટ્રેસ સાથે પણ જોવા મળ્યો.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બોલિવૂડ એક્ટ્રેસ નિમ્રત કૌર ડોલી ચાયવાલાની ચાની ચુસ્કી લેતી જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘બોલીવુડ અભિનેત્રી નિમ્રત કૌર ડોલીની ટપરી પર ડોલીને મળવા આવી હતી.’

કેપ્શનમાં અભિનેત્રીને તેની આગામી ફિલ્મ ‘સજની શિંદે કા વાયરલ વીડિયો’ માટે અભિનંદન પણ આપવામાં આવ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે ડોલી પોતાની આગવી સ્ટાઈલમાં નિમ્રત કૌર માટે ચા બનાવે છે અને તે ચાનો ગ્લાસ પણ એવી રીતે આપે છે કે નિમ્રત ડરી જાય છે.

જો કે, નિમ્રત ચા પીધા બાદ તેના ખૂબ વખાણ કરે છે. જો કે, આ વીડિયો વર્ષ 2023નો છે. નિમ્રત ડોલીને મળી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી.તેણે ના માત્ર તેની સાથે વાત કરી અને ચા પીધી પરંતુ ફોટો પણ ક્લિક કરાવ્યા.

જણાવી દઈએ કે, હાલમાં જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ડોલી તેમના માટે ચા બનાવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by D🫖LLY (@dollychaiwala)

ડોલી ચાયવાલા વિશે વાત કરીએ તો તે નાગપુરમાં ચા વેચે છે. લોકોને તેની ચા બનાવવાની રીત પસંદ છે. ફૂડ વ્લોગર્સ તેમના વીડિયો બનાવવા માટે દૂર દૂરથી આવે છે. આ સિવાય ડોલી તેની હેરસ્ટાઈલ અને કપડા પહેરવાની રીતને કારણે પણ ઘણી ફેમસ છે.

 

View this post on Instagram

 

A post shared by Bill Gates (@thisisbillgates)

Shah Jina