દુઃખદ ન્યુઝ : આ દિગ્ગજ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુખોનો પહાડ, પતિની લાશ બાથરૂમમાંથી મળી !

ટીવી અને ફિલ્મોની પોપ્યુલર એક્ટ્રેસ નીલૂ કોહલી પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પતિ હરમિંદર સિંહનું નિધન થઇ ગયુ છે. નીલૂ કોહલીના પતિએ 24 માર્ચ શુક્રવારના રોજ અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ. પતિના મોતથી અભિનેત્રીને ઊંડો આઘાત લાગ્યો છે. જાણકારી અનુસાર, નીલૂ કોહલીના પતિ હરમિંદર સિંહનું નિધન બાથરૂમમાં પડવાને કારણે થયુ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ ઠીક હતા, ગત દિવસે બપોરના સમયે તેઓ ગુરુદ્વારા ગયા હતા,

ત્યાંથી પરત આવ્યા બાદ જ્યારે તેઓ બાથરૂમ ગયા તો તેમનો પગ લપસી ગયો અને તે પડી ગયા. બાથરૂમમાં પડવાને કારણે તેમનું મોત થઇ ગયુ. રીપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે જે સમયે અભિનેત્રીના પતિ બાથરૂમમાં લપસ્યા ત્યારે ઘરમાં ખાલી હેલ્પર જ હતો. ગુરુદ્વારાથી પરત આવ્યા બાદ જ્યારે હરમિંદર સિંહ બાથરૂમ ગયા અને ઘણીવાર સુધી બહાર ન આવ્યા ત્યારે હેલ્પર તેમને ચેક કરવા ગયો ત્યારે તેઓ બાથરૂમમાં પડેલા મળ્યા. હોસ્પિટલ લઇ જતા સુધીમાં તો તેમનું મોત થઇ ગયુ હતુ.

નીલુ કોહલીની દીકરીએ ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેના પિતાનું અકસ્માતે અવસાન થયું છે. તેના પિતાના નિધન બાદ તેની માતા અને અભિનેત્રી નીલુ કોહલીની હાલત સારી નથી. તેમને મોટો આઘાત લાગ્યો છે. નીલુ કોહલીની વાત કરીએ તો તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. તેણે હંમેશા પોતાના દમદાર અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. નીલુ કોહલીએ હાઉસફુલ 2, પટિયાલા હાઉસ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મો કરી છે.

થોડા સમય પહેલા તે પીરિયડ ડ્રામા ફિલ્મ જોગીમાં જોવા મળી હતી. નીલુ કોહલીએ ટીવી શોમાં પણ પોતાની ઊંડી છાપ છોડી છે. અભિનેત્રીએ સંગમ, મેરે અંગને મેં, છોટી સરદારની, મેડમ સર જેવી સિરિયલોમાં કામ કર્યું છે. પતિના નિધનથી ભાંગી પડેલી અભિનેત્રીની પરિવાર અને નજીકના લોકો સંભાળ લઈ રહ્યા છે. અભિનેત્રીના તમામ ચાહકો તેને હિંમત અને ઉત્સાહ જાળવી રાખવા માટે કહી રહ્યા છે.

Shah Jina