શ્રીમંત સમારોહમાં દુલ્હનની જેમ સજીને અભિનેત્રીઓએ દેખાડ્યો બેબી બમ્પ, ઐશ્વર્યા રાયે પણ કંઈક આવા અંદાજમાં કરી હતી ઉજવણી

કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થામાં મહિલાઓની સુંદરતા અનેક ગણી વધી જતી હોય છે.એવું જ કંઈક બૉલીવુડ અભિનેત્રીઓ સાથે પણ બન્યું હતું. આ અભિનેત્રીઓના શ્રીમંતની જ્યારે તસવીરો સામે આવી ત્યારે તેમની સુંદરતા ખુબ નિખરેલી જોવા મળી રહી હતી.આજે તમને એવી અભિનેત્રીઓની તસવીરો દેખાડીશું જેઓ પોતાના શ્રીમંત સમારોહમાં દુલ્હનની જેમ તૈયાર થઇ હતી.

1. સમીરા રેડ્ડી: અભિનેત્રી સમીરા રેડ્ડી બોલીવુડની અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે, તે પણ કઈ ખાસ હિટ રહી ન હતી. જેના પછી સમીરાએ બોલીવુડથી દુરી બનાવી લીધી હતી અને અક્ષૈ વાર્ડે સાથે લગ્ન કરી લીધા હતા. પોતાના બબી શાવરમાં સમીરા ખુબ જ સુંદર રીતે સજી હતી. સમીરાએ આ સમયે પિન્ક-યેલો સાડી પહેરીને પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતું.

2. ચારુ આસોપા: ટીવી અભિનેત્રી ચારુ આસોપાએ બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. લગ્નના અમુક સમય પછી બંને વચ્ચે મતભેદ થતા બંને અલગ રહેવા લાગ્યા હતા. જો કે અમુક સમય પછી બંને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. ચારુ પોતાના બેબી શાવરમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સમયે ચારુએ રેડ અને યેલો શેડ્સ સાડી પહેરી હતી અને ફ્લાવરના ઓર્નામેન્ટ્સ પણ પહેર્યા હતા.શ્રીમંતની ઘણી તસવીરો સામે આવી હતી જે લોકોએ ખુબ પસંદ કરી હતી. ચારુએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો.

3. લવી સાસન: ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી લવી સાસને કૌશિક ક્રિષ્નામુર્થી સાથે લગ્ન કર્યા છે. લવી પોતાના શ્રીમંતના સમયે દુલ્હનની જેમ તૈયાર થઇ હતી.લવી સાસને પિન્ક-યેલો શેડ્સ સાડી પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતું.

4. કાજલ અગ્રવાલ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. લગ્નના અમુક જ મહિનાઓમાં કાજલે ગર્ભવતી હોવાની વાત લોકોને સોશિયલ મીડિયા દ્વારા જણાવી હતી. અમુક સમય પહેલા કાજલે રેડ સાડી પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતું જેમાં તે નવી નવેલી દુલ્હન જેવી લાગી રહી હતી.

5. દેબીના બનર્જી: અભિનેત્રી દેબીના બનર્જી અને ગુરમીત ચૌધરીની જોડી રોમેંટિક કપલમાં ગણવામા આવે છે. હાલ દેબીના પોતાની પહેલી ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે. અમુક દિવસો પહેલા દેબીના દુલ્હનની જેમ સજી હતી અને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતું.

6. ઐશ્વર્યા રાય બચ્ચન: ઐશ્વર્યા રાય પોતાના શ્રીમંત સમારોહમાં હળવા લીલા રંગની સાડી પહેરેલી જોવા મળી હતી, જેમાં તે ખુબ જ સુંદર લગી રહી હતી. અભિષેક બચ્ચન પણ લીલા રંગના કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા. ઐશનું શ્રીમંત ખુબ ધામધૂમથી થયું હતું જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

Krishna Patel