આ ફેમસ અભિનેત્રીએ નશામાં ધૂત થઇને કારથી મારી ટક્કર, પોલિસ સાથે કરી ગાળાગાળી- થઇ ધરપકડ

અભિનેત્રી કાવ્યા થાપરની મુંબઈની જુહુ પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રી પર નશાની હાલતમાં કાર ચલાવવાનો અને અન્ય વાહનને ટક્કર મારવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે અભિનેત્રીએ નશાની હાલતમાં મહિલા પોલીસ અધિકારી સાથે દુર્વ્યવહાર કર્યો અને તેની સાથે મારપીટ કરી. હાલમાં આ મામલે અભિનેત્રી તરફથી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.અભિનેત્રી ગુરૂવારે સવારે જુહુ વિસ્તારમાંથી ઝડપાઈ હતી. ધરપકડ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

કાવ્યા થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. કાવ્યા પહેલીવાર હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલમાં જોવા મળી હતી. તેણે પતંજલિ, મેક માય ટ્રિપ જેવી ઘણી મોટી બ્રાન્ડ માટે જાહેરાત કરી છે. તેની પ્રથમ તેલુગુ ફિલ્મ Ee Maaya Peremito હતી જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. કાવ્યા તેના હોટ ફોટોશૂટ માટે પણ જાણીતી છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

જુહુ પોલીસ અનુસાર, અભિનેત્રીએ ફાઈવ સ્ટાર હોટલમાંથી બહાર નીકળતી વખતે પાછળથી એક કારને ટક્કર મારી હતી. જ્યારે કારના માલિકે તેને રોકી તો અભિનેત્રીએ રસ્તા પર હંગામો મચાવ્યો. જે બાદ જુહુ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી નશામાં ધૂત અભિનેત્રીએ પહેલા અધિકારીને ગાળો આપી અને જ્યારે તેને અટકાવવામાં આવી તો અભિનેત્રીએ મારપીટ કરવાનું શરૂ કરી દીધું. બાદમાં પોલીસે બળપ્રયોગ કરીને તેમની ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

ધરપકડ બાદ અભિનેત્રીને મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. મુંબઈમાં જન્મેલી અને કરિયરની શરૂઆત કરનાર કાવ્યા સાઉથનો જાણીતો ચહેરો છે. તેણે તમિલ અને તેલુગુમાં અડધો ડઝન ફિલ્મોમાં કામ કર્યું છે. કાવ્યાએ ઘણા મોડલિંગ અસાઇનમેન્ટ પણ કર્યા છે.

Shah Jina