લગ્નમાં દગો મળ્યા પછી સિંગલ રહે છે આ 7 બોલિવૂડ અભિનેત્રી, પતિએ બીજીવાર કરી લીધા લગ્ન

આ 7 અભિનેત્રીઓ છૂટી થઈને આજે પણ ઘરે બેઠી છે, ફેન્સ બોલ્યા મને મોકો આપો

કહેવાય છે કે એક સંબંધમાં અતૂટ વિશ્વાસ અને સમજણ જરૂરી હોય છે. ભલે પછી એ લગ્ન હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો સંબંધ. જિંદગીના પાટા પર લગ્નની ગાડી ચલાવવા માટે બે વસ્તુની ખાસ જરૂર હોય છે. પરંતુ તે બે વસ્તુ જ જતી રહે તો લગ્નની ગાડી પાટા પરથી ઉતરી જાય છે. આ વાત ફિલ્મી દુનિયા પર પણ લાગુ પડે છે. જ્યાં ઘણી  સેલિબ્રિટી તેમના પહેલા પ્રેમ સાથે જિંદગી વિતાવી રહ્યા છે તો કેટલાકને બીજી વાર પ્રેમ થયો છે.

1.કરિશ્મા કપૂર : પ્રેમ અને લગ્નના બાબતે કરિશ્મા કપૂરની કિસ્મત ખરાબ જ રહી છે. કરિશ્મા કપૂરને પહેલા અભિષેક બચ્ચન જોડે પ્રેમ થયો હતો. બંનેની સગાઇ પણ થઇ ગઈ હતી પરંતુ અમુક કારણોના લીધે લગ્ન થયા નહિ. ત્યાબાદ વર્ષ 2003માં કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી કરિશ્મા અને સંજય કપૂરને બે છોકરા થયા હતા.

બંને તેમના લગ્ન જીવનમાં ખુશ હતા પરંતુ 2014માં કરિશ્મા અને સંજયે છુટાછેડા લેવાનું નક્કી કરી લીધું અને 2016માં અલગ થઇ ગયા હતા. અલગ થતા પહેલા કરિશ્મા કપૂર અને સંજયે એક બીજા પર ઘણા બધા આરોપ લગાવ્યા હતા. કરિશ્મા સિંગલ છે અને બંને છોકરા સાથે ખુશ રહે છે. તેમજ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા.

2. અમૃતા સિંહ : 90ના દાયકામાં સિલ્વર સ્ક્રીન પર તહેલકો મચાવવા વાળી અભિનેત્રી અમૃતા સિંહે સૈફ અલી ખાનની જિંદગીમાં તહેલકો મચાવી દીધો હતો. બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને 1991માં લગ્ન કરી લીધા હતા. સૈફ સાથે લગ્ન કર્યા પહેલા અમૃતા સિંહે ઇસ્લામ ધર્મને સ્વીકાર્યો હતો. સૈફ અમૃતા કરતા 12 વર્ષ નાના છે.

લગ્નમાં ખુબ જ મુશ્કેલીઓ આવી હતી પરંતુ સૈફ અને અમૃતાએ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ થોડા સમય પછી અમૃતા અને સૈફ વચ્ચે તણાવ શરુ થઇ ગયો હતો ત્યારબાદ લગ્નના 13 વર્ષ પછી એટલેકે 2004માં તેમણે છુટાછેડા લઇ લીધા હતા. અમૃતા સિંહ સિંગલ મધર છે અને સૈફ અલી ખાને 2012માં કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

3. જેનિફર વિંગેટ : ફિલ્મ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે પણ કંઈક આવું જ થયું છે. તેને પ્રેમ અને લગ્ન બંનેમાં દગો મળ્યો હતો અને ત્યારબાદ એ સિંગલ જ છે. જેનિફરે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.

 

બંને એક બીજા સાથે ખુબ જ ખુશ હતા. કરણના જેનિફર સાથેના બીજા લગ્ન હતા. પરંતુ તેને ખબર હતી નહિ કે આટલી જલ્દી  તેના પતિ કરણનું દિલ બીજી કોઈ પર આવી જશે અને તેના માટે મને છોડી દેશે. જેનિફર અને કરણે વર્ષ 2012માં લગ્ન કર્યા અને 2014માં અલગ થઇ ગયા હતા. ત્યારબાદ કારણે 2016માં બિપાશા બાસુ જોડે લગ્ન કરી લીધા હતા.

4. પૂજા બેદી : અભિનેત્રી પૂજા બેદીના લગ્ન જીવનમાં પણ કંઈક આવી જ રીતે ઉતાર ચઢાવ હતા. પૂજા બેદીએ વર્ષ 1994માં ફરહાન ફર્નીચરવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા પૂજા બેદીએ ઇસ્લામ ધર્મ સ્વીકારી તેનું નામ બદલીને નૂરજહાં રાખ્યું હતું.

લગ્ન પછી પૂજા બેદી અને ફરહાનના બે બાળકો થયા હતા. પરંતુ 2003માં પૂજા બેદી અને ફરહાનના છુટાછેડા થઇ ગયા હતા. છુટાછેડા બાદ પૂજા બેદી સિંગલ છે અને ફરહાને અભિનેતા ફિરોઝ ખાનની છોકરી ફાતિમા સાથે લગ્ન કરી લીધા હતા.

5. હની ઈરાની : ક્યારેક એક જમાનામાં મશહૂર અભિનેત્રી અને સ્ક્રીનરાઇટર હની ઈરાનીને પણ પ્રેમ અને લગ્નમાં દગો મળ્યા બાદ સિંગલ રહે છે. હની ઈરાની ઝોયા અખ્તર અને ફરહાન અખ્તરની માતા છે. હની ઈરાનીએ મશહૂર ગીતકાર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. બંને 1972 ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ના સેટ પર મળ્યા હતા અને તે જ વર્ષે 21 માર્ચે લગ્ન કરી લીધા હતા.

પરંતુ થોડા સમય પછી જ બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા અને 1978માં અલગ થઇ ગયા હતા. હની ઈરાની જોડેથી અલગ થયા બાદ જાવેદ અખ્તરની જિંદગીમાં શબાના આઝમીની એન્ટ્રી થઇ હતી. વર્ષ 1984માં બંનેએ લગ્ન કર્યા હતા અને ત્યારથી બંને સાથે છે.

6. રીના દત્તા : રીના દત્તા આમિર ખાનનો બાળપણનો પ્રેમ હતો. રિના દત્તાએ ઓછી ફિલ્મોમાં કામ  કર્યું છે પરંતુ ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં રીના જોવા મળી હતી. ફિલ્મમાં તેના પતિ આમિર ખાન લીડ રોલમાં હતા. આ ફિલ્મ કર્યાના 2 વર્ષ પહેલા જ બંનેના લગ્ન થઇ ગયા હતા. ત્યારબાદ આમિર ખાનની ફિલ્મ ‘લગાન’માં પ્રોડ્યૂસર બનીને કામ કરી રહી હતી

અને તે જ ફિલ્મમાં કિરણ રાવ પણ જોડાયેલી હતી. કામ કરતા આમિર ખાનને  કિરણ રાવ પર દિલ આવી ગયું હતું. બે બાળકોના પિતા હોવા છતાં પણ આમિર ખાનને કિરણ રાવ જોડે પ્રેમ થઇ ગયો હતો. તેના લીધે જ રીના દત્તાએ 2002માં છુટાછેડા લઇ લીધા હતા. છુટાછેડા થયા બાદ રીના તેના બાળકો જોડે રહે છે અને આમિર ખાને 2005માં કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા હતા.

7. સારિકા : અભિનેત્રી સારિકાને કમલ હાસન જોડે પ્રેમ થયો હતો. આ વર્ષ 1988ની વાત છે. તે સમયે કમલ હાસનના લગ્ન થયેલા હતા પરંતુ તેમને સારિકા જોડે પ્રેમ થઇ ગયો હતો. કહેવામાં આવે છે લગ્ન પહેલા જ શ્રુતિ હાસનનો જન્મ થઇ ગયો હતો અને સમાજના દબાવમાં આવીને કમલ હાસને સારિકા જોડે 1988માં લગ્ન કરી લીધા હતા.

લગ્નના 3-4 વર્ષ પછી તેમને બીજી એક છોકરી અક્ષરાનો જન્મ થયો હતો. ત્યારબાદ કમલ હાસનને અભિનેત્રી ગૌમતી જોડે પ્રેમ થઇ ગયો હતો. છુટાછેડા બાદ સારિકા સિંગલ છે અને કમલ હાસને 2016માં ગૌમતી સાથે લગ્ન કરી લીધા હતા.

Patel Meet