Breaking News : બોલીવુડના દિગ્ગજ અભિનેતાનું થયું અચાનક નિધન, આખું બૉલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી હચમચી ઉઠ્યું

મંથન, ચક્ર, કલિયુગ, સરંશ, ત્રિકાલ આઘાત, દ્રોહી, મોહન જોશી હગર હો, સરદારી બેગમ, કોયલા, સોલ્જર જેવી અનેક ફિલ્મોમાં અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા અભિનેતા સલીમ ઘોષનુ નિધન થયુ છે. પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા સલીમ ઘોષનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતુ. સલીમ ઘોષે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ફેમિલી મેન એક્ટર શારીબ હાશ્મીએ પોસ્ટ કરી આ વિશે માહિતી આપી હતી. તેણે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા.

સલીમ ઘોષના નિધન પર શારીબ હાશ્મીએ લખ્યું, મેં પહેલીવાર સલીમ ઘોષ સાહેબને ટીવી સીરિયલમાં જોયા. તેમનું કામ અદ્ભુત હતું અને તેમનો અવાજ મનમોહક હતો. સલીમ ઘોષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક છે. તેમણે ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતુ. સલીમ ઘોષે વર્ષ 1978માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સ્વર્ગ હેલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે ચરખા, સરંશ અને મોહન જોશી ઝહિર હો જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

સલીમ ઘોષ ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝન શોનો પણ ભાગ રહી ચુક્યા છે. તે ટીપુ સુલતાન, બારત એક ખોજ ક્રિષ્ના અને વાગલે કી દુનિયા જેવા ઘણા પ્રોજેક્ટનો હિસ્સો રહ્યા છે. તેમણે શો વાગલે કી દુનિયા (1988)માં પણ કામ કર્યું હતુ. પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)ના સ્નાતક સલીમ ઘોષે કિમ, ધ પરફેક્ટ મર્ડર, ધ ડીસીવર્સ, ધ મહારાજા ડોટર, ગેટીંગ પર્સનલ સહિતના અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતુ. તેણે 1995ની હિન્દી વર્ઝન ફિલ્મ ધ લાયન કિંગમાં સ્કાર પાત્રને પણ પોતાનો અવાજ આપ્યો હતો.ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર સલીમ ઘોષની પત્ની અનિતા સલીમે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું, “બુધવારે સલીમ ઘોષને છાતીમાં દુખાવો થયો અને ગુરુવારે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.” સલીમ ઘોષનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગ, ટેલિવિઝન અને થિયેટરમાં કલાકાર હતા. તેમણે ભારતની ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું. દિવંગત અભિનેતાએ ‘યે જો હૈ ઝિંદગી’, ‘સુભા’, ‘ભારત એક ખોજ’, ‘એક્સ ઝોન’ અને ‘સંવિધાન’ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. સલીમ ઘોષે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તમિલ ઉપરાંત અન્ય ઘણી ભાષાઓમાં પણ કામ કર્યું છે.

વર્ષ 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્વર્ગ-હેલ’થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ હતી. તેમણે શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ કોયલામાં પણ શાનદાર ભૂમિકા ભજવી હતી. દિવંગત અભિનેતા શ્યામ બેનેગલની ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’માં રામ, કૃષ્ણ, ટીપુ સુલતાનની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. વર્ષ 1993માં તેમણે મણિ રત્નમની ફિલ્મ થિરુદા થિરુદામાં વિલનની ભૂમિકા ભજવી હતી.

Shah Jina