ઋતુરાજ સિંહ થયા પંચત્તત્વમાં વિલીન, અભિનેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા ટીવી-બોલિવુડ સ્ટાર્સ

મશહૂર એક્ટર ઋતુરાજ સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા, એક્ટરે 19 ફેબ્રુઆરીની રાત્રે દુનિયાને અલવિદા કહી દીધુ. ઋતુરાજ સિંહના નિધનથી પરિવાર સાથે સાથે ટીવી જગતમાં પણ શોકની લહેર છે. આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ઋતુરાજને અંતિમ વિદાય આપવા માટે ઘણા સ્ટાર્સ પહોચ્યા હતા. મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ટીવી જગતના ઘણા સ્ટાર્સ અભિનેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા ઋતુરાજના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના અંતિમ સંસ્કાર તેમની પુત્રીએ કર્યા છે. અનૂપ સોની, નકુલ મહેતા, હિતેન તેજવાણી, સવીર કૌર, ગૌરી પ્રધાન, ગુલફામ ખાન અને અરશદ વારસી જેવા ઘણા સ્ટાર્સ ઋતુરાજના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, ઋતુરાજ સિંહ 59 વર્ષના હતા અને થોડા દિવસોથી તેઓ અસ્વસ્થ હતા તેમજ સ્વાદુપિંડની સમસ્યાને કારણે તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઋતુરાજ સિંહનો જન્મ 23 મે 1964ના રોજ રાજસ્થાનના કોટામાં થયો હતો. તે રાજપૂત પરિવારના હતા, અને તેમનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. કહેવાય છે કે ઋતુરાજને નાનપણથી જ અભિનયનો શોખ હતો, જેને પરિપૂર્ણ કરવા માટે તેમણે 12 વર્ષ સુધી થિયેટરમાં અભિનય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પછી તે મુંબઈ આવ્યા અને અહીં ટીવી, ફિલ્મો અને વેબ સીરીઝમાં અભિનય કર્યો. તાજેતરમાં ઋતુરાજ સિંહ સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’માં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by tahirJasus 007 (@tahirjasus2)

Shah Jina