“કોઇ મિલ ગયા” ફેમ રજત બેદીએ મંગળવારે રસ્તા પર એક વ્યક્તિને કારથી ટક્કર મારી દીધી હતી. રજતે તે વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ બુધવારે તેની મોત થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં પીડિતને માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ પીડિતે દમ તોડી દીધો.
રજત બેદીની ટીમ તરફથી આ સિલસિલામાં એક નિવેદન જારી કરવામાં આવ્યુ છે. તે નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, રજત ટ્રાફિકને કારણે ગાડી ધીમી ચલાવી રહ્યા હતા પરંતુ ત્યારે જ અચાનક ગાડી સામે પીડિત રાજેશ આવી ગયા. તે સમયે રાજેશ નશામાં હતા. પરંતુ ટક્કર લાગવાને કારણે રજત તેમને પોતે હોસ્પિટલ લઇને ગયા અને બધી રીતની મદદ પણ કરી. રાત્રે 3.30 સુધી પીડિત માટે લોહીની પણ વ્યવસ્થા કરી.
અમને દુખ છે કે રાજેશે દમ તોડી દીધો. રજત સતત તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. રજતના મિત્ર સુરેશ સતત પીડિત પરિવાર સાથે હાજર રહ્યા છે અને બધી જ સંભવ મદદ આપી રહ્યા છે. હવે રજત જરૂર કહી રહ્યા છે તેમની તરફથી પીડિતને પૂરી મદદ કરવામાં આવી પરંતુ રાજેશની પત્ની પૂરી રીતે તૂટી ચૂકી છે. દુર્ઘટનાના તરત બાદ જ તેમની તરફથી કહેવામાંં આવ્યુ હતુ કે તેમના પતિને કંઇ પણ થશે તો તેમના જવાબદાર રજત બેદી હશે.
પત્ની તરફથી એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલિસે આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી અને હજી સુધી રજતની ધરપકડ પણ કરવામાં આવી નથી. પોલિસે બુધવારે જણાવ્યુ કે, ડીએન નગર પોલિસ સ્ટેશનની પોલિસે રજત બેદી વિરૂદ્ધ FIR દાખલ કરી લીધી છે. તેમના પર 304-એ લગાવવામાં આવી છે. અભિનેતાની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી.
જણાવી દઇએ કે, રજત બેદી ફિલ્મ અભિનેતા અને ટેલિવિઝન નિર્માતા છે. તેમણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને કોઇ મિલ ગયા ફિલ્મમાં રાજ સક્સેનાના પાત્ર માટે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ તે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
#UPDATE | Mumbai: The person who was injured and hospitalised after being hit by actor Rajat Bedi’s car yesterday, succumbs to his injuries at the hospital. Police registers a case against the actor under IPC Sec 304A (causing death by negligence), further investigation underway.
— ANI (@ANI) September 8, 2021