કુમકુમના દાદાજીનું નિધન, દુર્લભ બીમારીથી ના જીતી શક્યા, લીધા છેલ્લા શ્વાસ !

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આજે સવારે ઘણા દુખદ સમાચાર સામે આવ્યા. દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ. તેઓ લાબાં સમયથી બીમાર હતા. કેટલાક મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરુણ બાલી એક દુર્લભ બીમારી Myasthenia Gravis સામે ઝઝૂમી રહ્યા હતા. આ એક ઓટોઇમ્યુન બીમારી છે. જે નર્વ્સ અને મસલ્સ વચ્ચે કોમ્યુનિકેશન ફેલિયરને કારણે થાય છે.

અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. ઘણા સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર શોક જાહેર કરી રહ્યા છે. ચાહકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો તેમની તબિયત ખરાબ હોવાને કારણે મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

અરુણ બાલીએ પોતાના કરિયરમાં શાહરૂખ ખાનથી લઇને અક્ષય કુમાર અને સુશાંત સિંહ રાજપૂત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. તે પોતે પણ એન્ટટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના એક મોટા અને જાણિતુ નામ હતા. દિગ્ગજ અભિનેતા અરુણ બાલીએ 90ના દશકમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ફૂલ ઔર અંગારે’, ‘ખલનાયક’, ‘3 ઈડિયટ્સ’ અને ‘પાનીપત’ સહિત ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. તેમને ખરી લોકપ્રિયતા કુમકુમ સિરિયલથી મળી હતી.

આ શોમાં તેમણે કુમકુમ એટલે કે જુહી પરમારના દાદાની ભૂમિકા ભજવી હતી. દુઃખની વાત એ છે કે આજે અરુણ બાલીની ફિલ્મ ગુડબાય રિલીઝ થઈ છે અને તે તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ.તેમની ફિલ્મોમાં ‘હે રામ’, ‘ઓમ જય જગદીશ’, ‘કેદારનાથ’, ‘લગે રહો મુન્ના ભાઇ’, ‘3 ઈડિયટ્સ’, ‘બરફી’, ‘એરલિફ્ટ’, ‘બાગી 2’, ‘પાનીપત’, ‘કેદારનાથ’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી ઘણી સામેલ છે.

Shah Jina