ફિયાન્સને મળીને પરત જઇ રહી હતી યુવતી, અચાનક એવું થયું કે યુવતિનું પ્રાણ-પંખેરુ ઉડી ગયુ…

અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. અકસ્માતને કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એક અકસ્માતના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. જેમાં એક કાર ચાલકે એક્ટિવા લઇને જઇ રહેલી યુવતિને એવી ટક્કર મારી કે તેનું એક્ટિવા ફંગોળાઇ ગયુ અને તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ. યુવતિના ભાઇએ પોલિસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે.

આ યુવતિનું નામ નમ્રતા સોલંકી છે જેની ઉંમર વર્ષ છે. તેની થોડા સમય પહેલા જ સગાઇ થઇ હતી. તે સાંજે 6.30 વાગ્યા આસપાસ તેના મંગેતર દિવ્યાંગ દરજીને મળવા અકોટા બ્રિજ પાસે ગઇ હતી અને તે તેને મળીને પરત ફરી હતી ત્યારે એક કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી અને આઇ 20 કારના ચાલકે તેને અડફેટે લીધી હતી.

ટક્કર વાગતા જ તે નીચે પડી ગઇ હતી અને તેને ગંભીર ઇજા પહોંચતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેને મૃત જાહેર કરાઇ. આ મામલે નમ્રતાના ભાઇએ રાવપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખ કરાવી છે અને પોલિસે કાર ચાલક મિત્તલ પટેલની ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરી હતી.નમ્રતાની મોત પર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Shah Jina