નવસારીમાં પૂર ઝડપે આવી રહેલી કારે એક્ટિવા ઉપર જઈ રહેલા ભાઈ બહેનને મારી ટક્કર, ઘટના સ્થળે જ બંનેના રામ રમી ગયા

સમગ્ર દેશ અને રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હિટ એન્ડ રનના કેસ પણ ખુબ જ વધવા લાગ્યા છે, જેમાં માસુમ લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, હાલ એવો જ એક અકસ્માત નવસારીમાં સર્જાયો જ્યાં એક્ટિવા ઉપર જઈ રહેલા સગા ભાઈ બહેનને એક કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના ખેરગામ વલસાડ રોડ ઉપર વાવ ફાટકના વળાંક પાસે ખેરગામ તરફ આવી રહેલી એક્ટિવાને વલસાડ તરફ જઈ રહેલી પુરપાટ ઝડપે જઈ રહેલી મારુતિ બલેનો કારના ચાલકે ટક્કર મારતા એક્ટિવા પર સવાર 20 વર્ષીય યુવાન ભાઈ અને 22 વર્ષીય બહેનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે ખેરગામ વેણ ફળિયા ખાતે સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ રાવજીભાઈ પટેલ જેમણે પોતાની 22 વર્ષીય દીકરી ભૂમિકાના લગ્ન તાજેતરમાં જ બે મહિના પૂર્વે ઓઝર ગામે તાડ ફળિયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલ સાથે કર્યા હતા.

બુધવારે ભૂમિકા તેના સાસરેથી પોતાના પિયર ખેરગામ ખાતે રહેવા માટે આવી હતી. બુધવાર સાંજે 7.30 વાગ્યાની આસપાસ ભૂમિકા તેના નાના ભાઈ ભાવિન નરેશ પટેલ ઉ.વ. 20 સાથે તેમની એક્ટિવા મોપેડ ઉફર ખેરગામ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ વાવ ફાટકના વળાંક પાસે પહોંચતા સામેથી પુરઝડપે આવી રહેલી એક મારૂતિ બલેનો કારના ચાલકે તેમની એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ઉપર સવાર બંને ભાઈ-બહેન રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા.

ઘટના બાદ તરત જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેમજ ખેરગામ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ બંનેને ખેરગામની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. લોકોએ બલેનો કાર ચાલકને ઝડપી પાડે તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી કાર ચાલકને ઝડપી પોલીસ મથકે લઈ જવાયો હતો.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`