ના જેલનું તાળું તોડ્યું, ના કોઈ સુરંગ ખોદી, છતાં પણ બંધ જેલમાંથી આ રીતે ભાગી ગયો કેદી, પોલીસે પાછો પકડ્યો અને જાણ્યું કારણ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં એવી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે કે તેને જોઈને આપણી આંખો પણ ચાર થઇ જાય. ત્યારે સોશિયલ મીડિયામાં ચોરી કરવાના પણ ઘણા વીડિયો સામે આવતા હોય છે, જેમાં પોલીસ જયારે ચોરને પકડે અને ચોરીનો ડેમો કરાવે ત્યારે ચોરનો જુગાડ જોઈને પોલીસનું પણ દિમાગ ચકરાઈ જાય છે.

સમગ્ર વિશ્વમાં જેલની અંદરથી કેદીઓ ઘણીવાર ભાગી જવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળે છે. સમયાંતરે આપણને આખી દુનિયામાં જેલમાંથી કેદીઓ ભાગી જવાના સમાચાર મળતા રહે છે. ઘણી વખત જેલમાંથી ભાગી ગયેલા કેદીઓની ધરપકડ કરવામાં પોલીસ સફળ થાય છે, જ્યારે ઘણા કિસ્સામાં ગુનેગારોને સફળતા મળે છે. કેદીઓ જેલમાંથી ભાગી ન જાય તે માટે પોલીસે એ શોધવું પડશે કે કેદીઓ ભાગવામાં કેવી રીતે સફળ થયા.

હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને બધા દંગ રહી ગયા છે. મહારાષ્ટ્રના ચાકણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીના પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ બંધ એક આરોપી ભાગી ગયો હતો. થોડા કલાકોની મહેનત પછી, પોલીસે ચોરીના આરોપીને પાછો પકડી લીધો અને જેલમાંથી છટકી જવાનો તેનો જુગાડ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

પાતળા શરીરવાળા આરોપીએ પોલીસની હાજરીમાં જેલના સળિયા પાછળથી બહાર નીકળીને ડેમો બતાવ્યો હતો. આ જોઈને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ચોરના આ જુગાડ જોઈને લોકો પણ પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જેલમાંથી ભાગી ગયેલા કેદીને પકડીને પાછો લાવવામાં આવે છે અને તેને જેલના સળિયા પાછળ બંધ કરી દેવામાં આવે છે. જેના બાદ બંધ જેલમાંથી પાતળા શરીર વાળો માત્ર થોડી સેકેન્ડમાં જ જેલની બહાર આવી જાય છે, આ જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે.

Niraj Patel