મહિલા તેના બે માસુમ બાળકો સાથે હોળી રમવા માટે જઈ રહી હતી સાસરે, ત્યારે માતા સહીત બે માસુમ બાળકના દર્દનાક મોત

દુઃખદ: હાથમાં પિચકારી લઈને મમ્મીના ખોળામાં બેસેલા હતા 2 બાળક, ત્યારે સામે આવી ગઈ મોત- ત્રણે જીવતા બચ્યા નહિ

રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી એક એવી દુઃખદ ખબર સામે આવી છે જ્યાં હોળીના શુભ દિવસે એક પરિવારની ખુશી માતમમાં બદલાઈ ગઈ. પત્ની તેના બે બાળકો સાથે હોળી રમવા માટે સાસરે જઈ રહી હતી ત્યારે રસ્તા વચ્ચે જ ગાડીને અકસ્માત નડ્યો અને ત્રણેયનું કમકમાટી ભર્યું મોત થયું હતું. દેશભરમાં જ્યાં રંગોનો તહેવાર હોળી ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો હતો અમીર હોય કે ગરીબ દરેક લોકો હોળીના રંગમાં એટલા મશગુલ હતા કે અંદરોઅંદર ચાલતી દુશ્મની ભૂલીને રંગ લગાવી રહ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ભતપુર જિલ્લાની એક એવી દુઃખદ ઘટના સામે આવી જ્યાં હોળીના દિવસે જ ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી.

હોળી રમવા જઈ રહેલી માતા અને તેમના બે છોકરાનું દર્દનાક અકસ્માતમાં મોત થઇ ગયું હતું. તેમજ મૃતક પરિવારના અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ દર્દનાક અકસ્માત ભરતપુરના ઉચૈનમાંમાં થયો છે. જ્યાં રાખી નામની મહિલા ગાડીમાં તેના બંને છોકરા અને ત્રણ દિયર સાથે હોળી રમવા માટે સાસરે જઈ રહી હતી. પરંતુ સાસરે પહોંચતા પહેલા જ સ્પીડથી જઈ રહેલી ગાડીની સામે અચાનક એક ટ્રક આવી ગઇ અને ટ્રકથી બચવા માટે ગાડી ઝાડ જોડે અથડાઈ અને ઘણી બધી પલ્ટી મારીને રસ્તાની બાજુમાં ખેતરમાં જઈને પડી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા તેમજ માતા અને તેના બે બાળકોના મોત થઇ ગયા હતા. મૃતક મહિલા રાખીનું સાસરું ભરતપુર જિલ્લાના બયાના પાસે સિઘાન ખેડા ગામમાં છે પરંતુ તે તેના પતિ અને બાળકો સાથે ભરતપુરમાં રહેતી હતી. હોળીના દિવસે તે તેના બંને છોકરા સંસ્કાર અને યુવાંશની સાથે સાસરે હોળી રમવા જઈ રહી હતી. તે જ ગાડીમાં તેના દિયર  ગોલુ, ઉત્તેશ અને જય સિંહ પણ હતા. આખો પરિવાર હોળી રમવા માટે ખુબ જ ખુશ હતો.

ખાસ કરીને માસુમ બાળકોએ ગાડીમાં જ પિચકારીથી હોળી રમવાનું શરુ કરી દીધું હતું પરંતુ ભગવાનને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું ત્યારે તો અચાનક તેમની ગાડીની સામે ટ્રક આવી ગયો અને જેમ તેમ કરીને ટ્રકની ટક્કરથી બચી તો ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતની જાણ થતા જ સ્થાનીય લોકો પહોંચ્યા અને પોલીસને બોલાવ્યા હતા. પરંતુ ત્યાં સુધી મદદગાર પહોંચે તે પહેલા ત્રણેય લોકોના શ્વાસ તૂટી ગયા હતા. પોલીસે શવ મૃતકોની ઓળખાણ કરી અને પરિજનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Patel Meet