એક હાથ ના હોવા છતાં પણ હિંમત ના હાર્યો આ યુવાન, નાસ્તાનો સ્ટોલ લગાવી કરે છે કમાણી, વાયરલ થયો તેના સાહસનો વીડિયો

દુનિયાની અંદર ઘણા એવા લોકો હોય છે જે પોતાની કમજોરીને પોતાની તાકાત બનાવી લે છે અને આગળ વધતા રહે છે. ઘણા લોકોને આપણે જોયા હશે કે જેમના હાથ પગ સાજા સમા હોવા છતાં પણ કોઈ કામ કાજ નથી કરતા અને ફરતા રહે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ સતત મહેનત કરે છે અને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.

હાલમાં એવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ કામ કરી અને મહેનતથી પોતાનું જીવન વિતાવે છે. સોશિયલ મીડિયામાં આ વ્યક્તિની કહાનીનો વીડિયો વાયરલ થતા જ લોકો પણ તેમના સાહસની પ્રસંશા કરવા લાગ્યા અને તમેની કહાની સાંભળીને ભાવુક પણ થયા.

વાયરલ વીડિયો સામે આવ્યો છે નાગપુરમાંથી. જ્યાં એક દિવ્યાંગ વ્યક્તિ સ્ટ્રીટ ફૂડની લારી ઉપર સ્વાદિષ્ટ ફૂડ વેચી રહ્યો છે. તેમના દ્વારા પીરસવામાં આવતું આ ફૂડ નાગપુર શહેરમાં પણ ખુબ જ ફેમસ છે. આ દિવ્યાંગ વ્યક્તિ પોતાની લારી ઉપર સિંધી ચાવલ વેચી રહ્યો છે, જેને તે સ્વાદિષ્ટ છોલે સાથે પીરસે છે.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિને તેમનો ડાબો હાથ નથી. તે એટલી સ્પીડમાં ગ્રાહકો માટે ચાવલની પ્લેટ તૈયાર કરી રહ્યો છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. તે પોતાના વિકલાંગ હાથ ઉપર પ્લેટ રાખે છે અને બીજા હાથથી તે પ્લેટમાં ચાવલ અને છોલે નાખીને પ્લેટ તૈયાર કરે છે.

સીધી છોલે ચાવલ ઉપરાંત તે નાગપુરના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ટ્રાઇ પૌઆ પણ વેચે છે, પરંતુ તે પોતાના પર્સનલ ટ્વીસ્ટ સાથે વેચે છે. તે પૌઆને પારંપરિક મસાલેદાર ગ્રેવીથી તૈયાર કરવાને બદલે પોતાના સિગ્નેચર મસાલા છોલે- સિંધી છોલે અને છોલે પૌઆ બંને સાથે પીરસે છે. આ વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી નાગપુરના જરીપટકા વિસ્તારમાં પોતાની સિગ્નેચર સ્ટ્રીટ ફૂડ વેચી રહ્યો છે.

Niraj Patel