બિગ બોસમાં નામ મેળવનારા અબ્દુના નવા વીડિયો પર ભડક્યા યુઝર્સ, છોકરી સાથે બેડમાં કંઈક આવું કરતા જોઈને લોકોએ કહ્યું, “કંઈક તો શરમ કર..” જુઓ

વીડિયો: અબ્દુના છોકરી સાથે બિસ્તર પર કંઈક આવું કરતા દેખાયો, લોકોએ કહ્યું, “કંઈક તો શરમ કર..”

Abdu Rozik New Video : બોલીવુડના ઘણા બધા સિતારાઓ તેમની રંગીન લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટીવી પર આવતા રિયાલિટી શોમાં પણ જોવા મળતા ઘણા ચહેરોએ પોતાનું આગવું નામ બનાવ્યું છે અને આ શો બાદ તે વધુ ફેમસ પણ થઇ ગયા છે. એવો જ એક શો છે “બિગબોસ” જેમાં સામેલ થયેલા સ્પર્ધકોને લોકો ખુબ જ પ્રેમ આપતા હોય છે અને ચાહકો વચ્ચે તે પણ છવાઈ જતા હોય છે. એવો જ એક સ્પર્ધક છે “અબ્દુ રોઝીક”. જેને બિગબોસમાં ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને આજે પણ તેને લોકો એટલો જ પ્રેમ કરે છે.

સલમાનનો પણ ફેવરિટ છે અબ્દુ :

અબ્દુ સલમાન ખાનનો પણ ફેવરિટ રહ્યો છે. અબ્દુની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. અબ્દુ અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે કંઈક અથવા બીજું શેર કરે છે. પરંતુ આ વખતે તેણે જે વીડિયો શેર કર્યો છે તે લોકોને પસંદ નથી આવી રહ્યો. લોકો ઘણી ટીકા કરતા હોય તેવું લાગે છે. અબ્દુએ શેર કરેલા વીડિયોમાં એક છોકરો અને એક છોકરી સાથે જોવા મળી રહ્યો છે અને બાદમાં અબ્દુ પણ પલંગ પર રજાઇની અંદરથી બહાર આવે છે.

બેડ પર હતા ત્રણ લોકો :

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “બેડ પર ત્રણ લોકો છે અને સૌથી નાનાએ કહ્યું…. “વીડિયોના અંતમાં અબ્દુલ રજાઇમાંથી બહાર નીકળતો જોવા મળે છે અને તમામ યુઝર્સને તે વિચિત્ર લાગી રહ્યું છે. લોકો તેના પર કમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે અબ્દુ માટે આદર અને સત્કાર ખતમ થઈ ગયો છે. એકે કહ્યું – છોકરો જવાન થઇ ગયો છે પાજી. અન્ય યુઝરે લખ્યું “આ તમારી ઈમેજ માટે સારું નથી.

બરાબરના બગડ્યા યુઝર્સ :

અબ્દુ રોજિકના આ વીડિયો પર ટિપ્પણી કરતા ‘બિગ બોસ ઓટીટી 2’ના સ્પર્ધક જેડી હદીદે પણ લખ્યું, “અબ્દુ 20 વર્ષનો છે અને તેણે લોકોને હસાવવા માટે આ વીડિયો બનાવ્યો છે, આ કોઈ વાસ્તવિક પરિસ્થિતિ કે તેના પાત્રનું પ્રતિબિંબ નથી.” બીજી તરફ અબ્દુલનો પક્ષ લેતા એક યુઝરે જેડી હદીદ પર પણ ક્લાસ લગાવ્યો હતો. યુઝરે લખ્યું, “જેમ કે તમે 37 વર્ષની ઉંમરે રિયાલિટી શો ‘બિગ બોસ’માં બબિકા સાથે ખરાબ વર્તન કર્યું હતું.”

 

View this post on Instagram

 

A post shared by Abduroziq Official (@abdu_rozik)

Niraj Patel