પ્રેરણા : પરિવારે છોડ્યો સાથ, વાળ કાપી દીકરા સાથે ભાઇ બનીને રહી, હાર ના માની, 14 વર્ષ બાદ બની SI- આવી સ્ટોરી વાંચીને અને આગળ વધારીને જરૂર મનોબળ પૂરું પાડજો
થોડુ ધૈર્ય રાખવાની જરૂર છે, મોટીથી મોટી મુશ્કેલીઓ પણ હલ થઇ જાય છે. કોઇ પણ મુશ્કેલી ટળવામાં કોઇને કેટલાક દિવસો લાગે છે તો કોઇને કેટલાક મહિના અને કોઇને ઘણા વર્ષો પણ લાગી જાય છે. અસલમાં વીર એ જ છે જે હાર ના માને. આવી જ એક કહાની છે એની શિવાની. તેની સામે દુનિયાની ઘણી મુશકેલીઓ આવી પરંતુ તેણે હિંમત ના હારી અને આજે તે મહેનત અને જૂનુનના દમ પર સબ ઇન્સ્પેક્ટર બની ચૂકી છે.
18 વર્ષિય એની એએનએમ ગર્વમેન્ટ કોલેજ, કાંજીરામકુલમમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થી હતી. પરિવારની ઇચ્છા વિરૂદ્ધ તે તેના બોયફ્રેન્ડ સાથે રહેવા લાગી. એનીએ એક દીકરાને પણ જન્મ આપ્યો. બાળકના 6 મહિના બાદ એનીને તેના પાર્ટનરે છોડી દીધી. એની રસ્તા પર આવી ગઇ અને બેસહારા થઇ ગઇ.
એની તેના પરિવાર પાસે પાછી ગઇ પરંતુ પરિવારે પણ તેને ના અપનાવી અને દીકરા સાથે તે તેની દાદીના ઘર પાછળ બનેલી ઝૂંપડીમાં રહેવા લાગી.
એની નાના-મોટા કામ કરી તેનુ અને તેના દીકરાનું ગુજરાન ચલાવતી હતી. તેણે ઘરે ઘરે જઇને ડિલિવરી કરી પાવડર અને સાબુ વેચ્યા. તેણે એક ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે પણ કામ કર્યુ. તેણે વેંડર્સ સાથે મળી આઇસ્ક્રીમ અને લાઇમ જ્યુસ પણ વેચ્યો.
એનીએ દીકરાની જવાબદારી સંભાળવાની સાથે સાથે અભ્યાસ જારી રાખ્યો. તેણે ભણવાનું ના છોડ્યુ અને સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યુ. તે દીકરા શિવાસૂર્ય સાથે કેટલીક જગ્યાઓ પર રહી.
એનીએ પુરુષની જેમ દેખાવા માટે તેના વાળ કપાવ્યા. સમાજના પ્રશ્નો પર અંકુશ લગાવવા માટે એનીએ આ રસ્તો પસંદ કર્યો. એની ઇચ્છતી હતી કે તેની આસપાસના લોકો તેને શિવાસૂર્યનો મોટો ભાઇ કે પિતા સમજે.
વર્ષ 2014માં એનીએ તીરુવનંતપુરમના કોચિંગ સેન્ટરમાં એડમિશન લીધુ અને મહિલા SIની પરિક્ષા આપી. વર્ષ 2016માં એની મહિલા પોલિસ બની અને વર્ષ 2019માં તેણે SIની પરિક્ષા પાસ કરી લીધી અને 25 જૂન 2021ના રોજ વર્કલા પોલિસ સ્ટેશનમાં એનીની સબ ઇન્સપેક્ટર તરીકે પોસ્ટિંગ થઇ.