Gujarati Student Death In Canada York University : છેલ્લા ઘણા ટાઇમથી ફોરેનમાં ભણતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે મૃત્યુનો સિલસિલા વધી રહ્યો છે. વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી.
મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પાટીદાર પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રનો મૃતદેહ જોઈને માતાપિતા ભાંગી પડ્યા હતા. જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ પરત આવ્યો હતો. આજે ભારે હૃદયે આયુષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આયુષ Dysp રમેશભાઇ ડાખરાનો પુત્ર છે. તે ટોરેન્ટોમાં આવેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને હવે આવી રીતે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા દીકરાના મોતના સમાચાર આવતા પરિવારમાં દુખનો માહોલ છવાયો છે.
મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરતો હતો. તે 5 મેના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો અને તે બાદ પરિવાર ચિંતિત બન્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈભવી કેનેડાનું પોલીસતંત્ર એક્શનમાં આવ્યાના 6 કે 7 કલાકમાં આયુષના સમાચાર મળ્યા કે એક ડેડબોડી મળી છે, તમે ફાટફાટ ખરાઈ કરવા આવો. તેના દોસ્તો ત્યાં પહોંચે એ પહેલાં હોસ્પિટલે ડેડબોડી પહોંચી ગઈ હતી.
ત્યાંની લોકલ કોપે તેમને ફોટો બતાવ્યો પછી 2 મિત્રોએ કહ્યું કે આ આયુષ નથી, જ્યારે 1 મિત્રએ કહ્યું કે આ આયુષ જ છે. અમને પણ શંકા થઈ કે આયુષ છે કે નહીં એ પહેલાં પાક્કું કરી લઈએ. છેલ્લે, આયુષ જ નીકળ્યો. ફોટો બતાવ્યો એના ત્રીજા દિવસે ખબર પડી કે એ આયુષ જ છે.
તમને જણાવી દઈએ કે આયુષ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. 5 તારીખનાં રોજ નિત્ય ક્રમ મુજબ યુનિવર્સિટીમાં ગયો હતો, ત્યાર પછી તે ગાયબ હતો. પછી બે દિવસ રહીને ટોરેન્ટો પાસે આવેલ એક પુલ નીચે આયુષ ડાખરનો મૃતદેહ મળી આવ્યો હતો. આયુષ પટેલ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો.
આ ઉપરાંત એપ્રિલ મહિનામાં યોર્ક યુનિવર્સિટીનો જ ગુજરાતનો યુવક કે જે કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો તે હર્ષ પટેલ ગુમ થયો હતો અને પછી તેની લાશ 19 એપ્રિલના રોજ મળી આવી હતી. 26 વર્ષીય હર્ષ પટેલ મૂળ અમદાવાદનો હતો અને તે બે દિવસથી ગુમ હતો. જે બાદ ટોરેન્ટોમાંથી તેની લાશ મળી આવી હતી.