ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ હતી આ હસીના, હવે ઇન્ડસ્ટ્રી છોડી સંભાળી રહી છે 13,00,00,000 રૂપિયાનો બિઝનેસ

ટીવી ઇન્ડસ્ટ્રીની એ રઇસ એક્ટ્રેસ જે સંભાળે છે 1300 કરોડનો બિઝનેસ, ‘બિગ બોસ’ માં આવી, પછી છોડી દીધી એક્ટિંગ

ટીવીની આ હસીનાનો છે 13 અરબનો બિઝનેસ, નાના પડદાની સૌથી અમીર એક્ટ્રેસ હવે કરી રહી છે બ્યુટી બ્રાંડથી કરોડોની કમાણી

તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા અમીર સ્ટાર્સ વિશે જાણતા જ હશો. તેવી જ રીતે, ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે અભિનયની સાથે સાથે વ્યવસાયમાં પણ ધૂમ મચાવી રહ્યા છે અને કરોડો કમાઈ રહ્યા છે. આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીની એક એવી ટોચની અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘણા ટીવી શોમાં ‘વેમ્પ’ ની ભૂમિકામાં જોઈ હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રી એકલી 1300 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી રહી છે.

આ એક્ટ્રેસે 23 વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા ટીવી શોમાં પોતાના જોરદાર અભિનયથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. જો કે, એકાએક તેણે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ અને હવે તે 1300 કરોડ રૂપિયાના પોતાના બિઝનેસને સંભાળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ આશ્કા ગોરાડિયાની…આશ્કાએ પોતાના કરિયરમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે 2002માં ‘અચાનક 37 સાલ બાદ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પછી, તે ‘કુસુમ’, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’, ‘સિંદૂર તેરે નામ કા’, ‘વિરુદ્ધ’, ‘સાત ફેરે’, ‘લાગી તુઝસે લગન’ અને ‘ભારત કા વીર પુત્ર: મહારાણા પ્રતાપ’ જેવા પ્રખ્યાત શોમાં જોવા મળી. જો કે, મોટાભાગના શોમાં તેણે નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે અને આનાથી તેને ખૂબ ઓળખ મળી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં 17 વર્ષ કામ કર્યા પછી આશ્કા ગોરાડિયાએ 2019માં અભિનયને કાયમ માટે અલવિદા કહી દીધું અને શોબિઝથી દૂર થઈ ગઈ.

આ પછી તરત જ તેણે ‘રેને કોસ્મેટિક્સ’ નામની પોતાની કોસ્મેટિક કંપની સ્થાપી. આજે આ કંપની ઘણી કોસ્મેટિક બ્રાન્ડ્સને ટક્કર આપે છે, જેમાં વિનીતા સિંહની સુગર કોસ્મેટિક્સનો પણ સમાવેશ થાય છે. આશ્કાએ તેની શરૂઆત 2018માં તેના બે કોલેજ મિત્રો આશુતોષ વલાની અને પ્રિયાંક શાહ સાથે મળીને કરી હતી.

આશ્કા ગોરાડિયાના આ બ્રાન્ડના ઉત્પાદનો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણા સેલેબ્સ પણ તેનો ખૂબ પ્રચાર કરે છે. આજે તેની બ્રાન્ડ સમગ્ર ભારતમાં ખૂબ પ્રખ્યાત બની ગઇ છે. અહેવાલ મુજબ, 2024 સુધીમાં આ બ્રાન્ડનું મૂલ્ય 1300 કરોડ રૂપિયા હતુ. આજે આશ્કા ગોરાડિયા એક સફળ બિઝનેસ વુમન છે અને ગોવામાં તેના પરિવાર સાથે રહે છે. આશ્કા ગોરાડિયાએ અભિનયમાંથી બ્રેક લીધો અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે તે કરોડોની કમાણી કરી રહી છે.

આશ્કા ગોરાડિયા કંપનીની ડિરેક્ટર અને સીએમઓ છે. આશ્કાની કુલ સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે. આશ્કા ગોરાડિયાના પતિનું નામ બ્રેંટ ગોબલ છે. બંને 2016માં મળ્યા હતા અને 2017માં લગ્ન કર્યા હતા. આશ્કા ગોરાડિયા અને તેના પતિનો ગોવામાં એક યોગ સ્ટુડિયો પણ છે, જ્યાં તેઓ લોકોને યોગ શીખવે છે. આશ્કાનો પતિ અમેરિકાનો છે અને એક ઉદ્યોગપતિ છે.

Shah Jina