ગોવિંદાની ભાણી આરતી સિંહના સંગીત સમારંભમાં જામ્યો સેલેબ્સનો જમાવડો, ડાન્સ કરીને લૂંટી મહેફિલ, જુઓ તસવીરો અને વીડિયો

Aarti Singh Pre Wedding Ceremony :હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસની સાથે કેટલાક સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, બોલીવુડના સેલેબ્સના ઘરમાંથી જયારે લગ્નની ખબર સામે આવે છે ત્યારે ચાહકો પણ તેમની દરેક અપડેટ મેળવવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે સુપરસ્ટાર ગોવિંદાની ભાણી અને કોમેડિયન એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ 25 એપ્રિલે તેના મંગેતર દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

આ લગ્ન પહેલા હાલમાં જ હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, ત્યારે હવે સંગીત સેરેમનીમાં ભાગ લેનારા સેલેબ્સની પહેલી ઝલક સામે આવી છે, જેમાં અંકિતા લોખંડેથી લઈને બિગ બોસ 13 સુધીના ઘણા સ્પર્ધકો હાજરી આપતા જોવા મળી રહ્યા છે.

આરતી સિંહ 25મી એપ્રિલે ઈસ્કોન મંદિરમાં દીપક ચૌહાણ સાથે લગ્ન કરશે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સ ચાલુ છે. 22મી એપ્રિલે આરતીની હલ્દી વિધિ હતી. 23મીએ સવારે આરતીના હાથ પર પિયાના નામની મહેંદી લગાવવામાં આવી હતી.

મહેંદી બાદ રાત્રે આરતી અને સંગીતની વિધિ થઈ હતી. આ સમારોહમાં, દુલ્હન તેના વર રાજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. એટલું જ નહીં આ દરમિયાન દીપકનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. બંનેએ સંગીત માટે એથનિક લુક પસંદ કર્યો છે અને એકબીજા સાથે અદ્ભુત દેખાઈ રહ્યા છે.

કપલના ચહેરા પર દેખાતી ખુશી તેમના લુકને વધુ ખાસ બનાવી રહી છે. આરતીએ સંગીત સેરેમની માટે ગ્રીન લહેંગા પસંદ કર્યો છે. આરતીએ લહેંગા સાથે હેવી જ્વેલરી પહેરી હતી. તેના હાથમાં અલગ-અલગ રંગની બંગડીઓ પણ દેખાય છે. વરરાજાએ કુર્તા અને ધોતી પણ પહેરી છે. આ બંને માટે પોશાક ખૂબ સરસ લાગે છે. તેની આ તસવીરો ચાહકોને પસંદ આવી રહી છે.

આરતી સિંહ અને દીપક ચૌહાણના સંગીત સેરેમનીમાં પરિવાર ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીના ખાસ મહેમાનોએ ભાગ લીધો હતો.  આ પછી કૃષ્ણા અભિષેક બ્લેક લુકમાં આરતી સિંહ અને દીપક સાથે પરિવાર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

Niraj Patel